કોરોનાના લીધે રોજગારી છીનવતા ડીજે નું કામ કરતાં યુવાને શું કર્યું ? જાણી ને ચોકી જશો….વાંચો…..

www.mrreporter.in

મી.રીપોર્ટર, 23મી નવેમ્બર.

#વડોદરા કલાજગત માટે દુખદ સમાચાર  છે. વડોદરા શહેરના  એલ એન્ડ ટી સર્કલ પાસે આવેલ જલારામ નગર 1 માં રહેતા વિરાજ કેન્દ્રે નામના  યુવકે કોરોના  કાળના લીધે પોતાનો કામ ધંધો બંધ થતા અને પોતાની રોજગારી છીનવાઈ જતા ભારે હતાશામાં આવી ને આત્મહત્યા કરી લેતા પરિવાર, મિત્રવર્તુળ અને સમસ્ત વડોદરા કલાકાર મંડળમાં ભારે આઘાતની લાગણી પસરી ગઈ હતી.   

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

? સ્ટોરી વાંચો ને શેર કરો……..???????

#પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર એલ એન્ડ ટી સર્કલ પાસે આવેલ જલારામ નગર 1 માં રહેતો વિરાજ કેન્દ્રે નામનો યુવક એના માતા-પિતા સાથે રહેતો હતો. તેના પિતા મજૂરી કામ કરતા તથા એના માતા લોકોનાં ઘરે ઘરકામ કરતા હતા જ્યારે વિરાજ તે સંગીત પ્રત્યે રુચિ ધરાવતો હતો અને સાઉન્ડ સિસ્ટમ લાઈટ સિસ્ટમ અને ડીજે ના અલગ-અલગ કામો કરીને તે તેની રોજગારી ચલાવતો હતો અને સખત મહેનત અને પરિશ્રમ કરી તે પોતાનું ગુજરાન ચલાવતો હતો.

www.mrreporter.in

પરંતુ માર્ચ મહિનાથી આવેલા કોરોના કાળે તેને બેરોજગાર બનાવી દીધો હતો તેણે અનલોક સમય દરમિયાન રોજગાર ફરી થી ધમધમતો થશે અને આવનારી લગ્ન સિઝનમાં ફરી રોજગારી મળશે તેવી આશા રાખીને સારા સમયની રાહ જોતો હતો આજે નહીં તો કાલે ફરી રોજગારી મળશે એમ જોતા જોતા ખૂબ લાંબો સમય વીતી જતા બેરોજગારી એ તેની ચિંતામાં વધારો કર્યો હતો.

અને હવે જ્યારે સરકાર શ્રી દ્વારા ફરી કર્ફ્યુ અને લોકડાઉન જેવી પરિસ્થિતિ લાવવામાં આવતા રોજગારીની આશાએ પણ અંત આણ્યો હતો ત્યારે તેવા સમયમાં વધુ પડતી ચિંતા અને બેરોજગારી ને કારણે તેણે તા. ૨૧/૧૧/૨૦ નાં રોજ સવારે ૧૧:૦૦ વાગ્યાની આસપાસ ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. જે વિગતની માહિતી તેની માતા લોકોનાં ઘરે કામ કરી બપોરે ૧૨:૦૦ વાગે પાછા આવતા તેમના પર આભ તુટી પડ્યું હોય તેવી પરિસથિતિ સર્જાઈ હતી. આ દુઃખદ અવસાન એ તેના માતા-પિતાના જીવનમાં દુઃખના વાદળો છવાઈ ગયા હતા.

#આ બનાવના સંદર્ભે સમસ્ત વડોદરા કલાકાર મંડળ તથા મિસ્ટર રિપોર્ટર વતી ભાવભીની શ્રદ્ધાંજલી.,??

#વિરાજ કેન્દ્ર ના પરિવાર ને આઘાત સહન કરવાની શક્તિ આપે…..આવનાર દિવસોમાં મી.રિપોર્ટર ન્યુઝ પોર્ટલ વિરાજ કેન્દ્ર ના પરિવાર ને શક્ય તેટલી મદદ થાય તેવા પ્રયત્ન કરશે….. મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલ વિરાજ અને તેના જેવા અન્ય યુવાનો ને મદદ મળે તેવું અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે…જે લોકો મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલ અને સેતુ સોશીયલ ફાઉન્ડેશન (Setu Social Foundation – NGO) ના અભિયાનમાં તન, મન અને ધન થી જોડાવવા માંગતા હોય તેઓ એ અમારા ફોન નંબર અને વોટ્સએપ નંબર #7016252800 પર સંપર્ક કરી શકે છે…..??????? 

(નોંધઃ આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply