વડોદરાના એક યુવાને whatsapp પર ભાભી ને મેસેજ કર્યો ને પછી….

www.mrreporter.in
Spread the love

ક્રાઈમ-વડોદરા, મી.રિપોર્ટર,૧૯મી એપ્રિલ.

વડોદરા શહેરના  જલારામ નગર ખાતે  રહેતા એક યુવાને બાજુમાં જ રહેતી એક  પરણિતા (ભાભી) ને whatsapp પર મેસેજ કરતા પરણિતાના  પતિ, ભાઈ અને પિતાએ આવેશમાં આવીને મેસેજ કરનાર કમલેશ માળી સાથે ઝઘડો કરીને ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી હોવાની ચોકાવનારી વિગતો બહાર આવી છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 5માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/HYrOn3cDP9wLRz5fyc1edM

પ્રાપ્ત વિગતો મુજબ,  વડોદરા શહેરના જલારામ નગર ખાતે રહેતો કૌશિક પરમાર તેની પત્ની સાથે મોબાઈલ સિમ કાર્ડ અપગ્રેડ કરાવવા માટે ગયો હતો. દરમિયાન પત્નીના મોબાઈલમાં નજીકમાં રહેતા કમલેશ માળી નામના યુવાનના HI લખેલા ઉપરાછાપરી ત્રણ મેસેજ આવ્યા હતા.

જેથી કૌશિક તેના ભાઈ તેમજ પિતા સાથે કમલેશના ઘરે ઠપકો આપવા માટે ગયા હતા, પરંતુ ઉગ્ર બોલાચાલી થતા કૌશિકે આવેશમાં આવીને ભાઈ તેમજ પિતા સાથે મળીને કમલેશ માળી પર ઉપરાછાપરી છરીના ઘા ઝીકી હત્યા નિપજાવી હતી. યુવક કમલેશને લોહીલુહાણ હાલતમાં જોતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી.

ઘટના ની ગંભીરતા જોતા પોલીસ ઘટના સ્થળે પોહચી મૃતદેહ ને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ કરતા સમગ્ર મામલાની હકીકત સામે આવી હતી.જેથી પોલીસે હત્યા માં સામેલ મૃતક ના મિત્ર કૌશિક પરમાર,કલ્પેશ પરમાર તેમજ તેઓના પિતા નટવરસિંહ પરમાર ની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી  હતી.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.