પીરિયડ્સમાં હેવી બ્લીડિંગથી એક મહિલાની તકલીફ વધી : જ્યાં બેસે ત્યાં ગંદું થઇ જતા શરમમાં મુકાતી…..વાંચો કેમ ?

Spread the love

મિ. રિપોર્ટર, ૨૧મી ડીસેમ્બર. 

ગર્લ્સ અને યુવતીઓને પીરિયડ્સ દરમિયાન ઘણી વખત હેવી બ્લીડિંગ થતું હોય છે. પરંતુ મોટાભાગની ગર્લ્સ અને યુવતીઓ તેને સિરિયસલી લેતી નથી. આવી ગર્લ્સ અને યુવતીઓ  માટે એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઇંગ્લેન્ડના વેસ્ટ સસેક્સમાં રહેનારી મિશેલ બૈલ અજીબોગરીબ પીરિયડ્સથી પરેશાન હતી. તેને અનેક અઠવાડિયા સુધી પીરિયડ્સ ચાલતાં રહેતાં હતાં. સતત હેવી બ્લીડિંગના કારણે શરમમાં મુકાવું પડતું હતું. મિશેલ જ્યારે પોતાની સમસ્યા લઇને ડોક્ટર પાસે પહોંચી ત્યારે ડોક્ટરે એવું કહીને તેને ઘરે મોકલી દીધી કે તે ખૂબ જ જાડી છે. મોટાપાના કારણે તેને આવું થઇ રહ્યું છે. ડોક્ટરે કહ્યું કે, તેણે વજન ઓછું કરવું જોઇએ, પરંતુ ડોક્ટરની આ ચૂકના કારણે મિશેલનું જીવન ખતરામાં મુકાઇ ગયું.

This slideshow requires JavaScript.

મિશેલે કહ્યું, ‘મને પેટમાં ભયાનક દુખાવો થતો હતો. રિલેશન બાંધ્યા બાદ બ્લીડિંગ થવા લાગતું હતું. કોઇ બીમારી થઇ ગઇ હોય એવું મને લાગતું હતું. પરંતુ જ્યારે ડોક્ટર પાસે પહોંચી ત્યારે તેણે સ્પષ્ટ કહી દીધું કે, મારું વજન તેનું કારણ છે. પરંતુ હું આ વાત સાથે સહેમત હતી નહીં. મારી હાઇટ 6 ફૂટથી વધારે છે. એવામાં મારું વજન એટલું વધારે પણ નથી.’ તેણીએ વધુમાં જણાવ્યું કે, ત્યાર બાદ તેની પરેશાની વધતી ગઇ. હદ તો ત્યારે થઇ ગઇ જ્યારે પીરિયડ્સના કારણે તેના કપડાં જ નહીં પરંતુ તેનો ટૂવાલ પણ ભીનો થવા લાગ્યો. મિશેલ માટે કોઇપણ વ્યક્તિને તે સમજાવું ખૂબ જ મુશ્કેલ હતું કે, આ બધું તેના વજનના કારણે નથી થઇ રહ્યું.

વાત કંટ્રોલ બહાર જતા જ મિશેલનો પતિ એક ડોક્ટર પાસે ચકાસણી માટે લઇ ગયો. જ્યાં મિશેલને તપાસ્યા બાદ  ડોક્ટરે કહ્યું કે, મિશેલ જે વિચારી રહી હતી તે યોગ્ય હતું.  હેવી પીરિયડનું કારણ ઓવરિયન કેન્સર હતું. મિશેલના ગર્ભાશયમાં એક સિસ્ટ હતું જે 10 સેન્ટીમીટરનું હતું. જેને કાઢી નાખવામાં આવ્યું છે.