Salman khan નો તેની ભાણી આયત (Aayat) સાથે મસ્તી કરતો એક વીડિયો ખૂબ વાયરલ, તમે જોયો ?

www.mrreporter.in
Spread the love

બોલીવુડ- મી.રીપોર્ટર, ૨૩મી જાન્યુઆરી.

બોલીવુડના  સુપરસ્ટાર સલમાન ખાન તેના બહેન અર્પિતા ખાન શર્માના પતિ  અભિનેતા આયુષ શર્મા સાથે  ફિલ્મ ‘અંતિમ- ધ ફાઇનલ ટ્રુથ’નું શૂટિંગ કરી રહ્યો છે.  આ ફિલ્મના નિર્દેશક મહેશ માંજરેકર છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન સલમાન ખાનનો તેની ભાણી આયત (Aayat) સાથે મસ્તી કરતો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan)

આ વિડીયોને ખુદ  સલમાન ખાનની (Salman Khan) બહેન અર્પિતા ખાન શર્માએ (Arpita Khan Sharma) તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં મામુ અને ભાણી ખૂબ જ સુંદર જગ્યાએ ઉભા છે. આ સાથે સલમાન ખાને આયતને હાથમાં ઉઠાવી છે અને ભાણીનો હાથ પકડી ડાન્સ કરતા નજરે પડે છે. આ વીડિયોમાં અર્પિતાએ ક કેપ્શનમાં લખ્યું છે, ‘અનકન્ડીશનલ લવ’ અને સલમાન ખાનને ટેગ કર્યાં છે. આ વીડિયોની બેકગ્રાઉન્ડમાં ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ નું ગીત ‘આશિયાના મેરા’ ચાલી રહ્યું છે, જેમાં બંને ઝૂમતા જોવા મળે છે. વીડિયોમાં તે બંને ખૂબ જ ક્યૂટ દેખાઈ રહ્યા છે અને નાની ભાણી પણ તેનો આનંદ લઇ રહી છે. 

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.