મહેસાણાની કોન્સટેબલ અર્પીતા ચૌઘરી ને સસ્પેન્ડ કરનાર મહેસાણાના Dy.SP મનજીતા વણઝારાનો પણ એક ટીકટોક વાઈરલ…જુઓ….

આમ તો પોલીસ પણ તમારી અને મારી જેમ સામાન્ય માણસ છે. મહેસાણાની મહિલા કોન્સટેબલ અર્પીતા
Spread the love

અમદાવાદ- મિ.રિપોર્ટર, ૨૬મી જુલાઈ. 

ગુજરાત પોલીસમાં હાલમાં લોકોની સમસ્યાઓ દુર કરવાને બદલે tiktok (ટીકટોક)  એપ્લીકેશન દ્વારા વિડીયો બનાવીને વાઈરલ કરવાનો ખતરનાક ક્રેઝ વધ્યો છે. મહેસાણાની મહિલા કોન્સટેબલ અર્પીતા ચૌધરીને ટીકટોક વાઈરલ થયા બાદ તેને તરત સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. હવે અર્પીતા ચૌધરીને સસ્પેન્ડ કરનાર મહેસાણાના Dy.SP મનજીતા વણઝારાનો પણ એક ટીકટોક વાઈરલ થયો છે. આ વીડિયોના પગલે પોલીસના ઉચ્ચ અધિકારી અને ગૃહ વિભાગના અધિકારીઓમાં પણ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. 

છેલ્લા કેટલાય સમય થી પોલીસ વિભાગમાં સામાન્ય કોન્સ્ટેબલ થી થઇ લઈને Dy.SP સુધીના કર્મચારીઓને tiktok (ટીકટોક)  એપ્લીકેશન દ્વારા વિડીયો બનાવવાનો ક્રેઝ વધ્યો છે. વિડીયો બનાવ્યા બાદ તેને જાણે કે અજાણે વાઈરલ કરવાને પગલે સોશિયલ મીડિયા પર હાલમાં જોરદાર ચર્ચાઓ ઉઠાવા પામી છે કે, પોલીસને યુનિફોર્મમાં વિડીયો બનાવવાનો ટાઈમ મળે છે કયારે ?

તાજેતરમાં જ રાજ્યમાં ત્રણ થી વધુ પોલીસ કર્મચારીઓના વિડીયો વાઈરલ થયા છે. જેમાં અમદાવાદની મહિલા કોન્સટેબલ સંગીતા પરમાર અને મહેસાણાની પોલીસ કોન્સટેબલ અર્પીતા ચૌધરીના વિડીયો વાઈરલ થયા બાદ હવે વડોદરાના પોલીસ સબઈન્સપેકટર અરૂણ મીશ્રાનો વિડીયોનો વાઈરલ થયો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ટીકટોક વીડિયોના પગલે મહેસાણાની કોન્સટેબલ અર્પીતા ચૌઘરીને ફરજ મોકુફી ઉતારી તેની સામે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. એજ રીતે અમદાવાદની મહિલા કોન્સટેબલ સંગીતા પરમાર સામે પણ તપાસ હાથ ધરાઇ છે. તો વડોદરાની પીએસઆઈ અરૂણ મીશ્રા સામે તપાસ કરવા વડોદરાના કમિશનર અનુપમસિંહ ગહેલોતે તપાસના આદેશ આપ્યા છે.

પણ હવે આ ટીકટોકમાં ગુુજરાતના સિનિયર પોલીસ અધિકારી મનજીતા વણઝારાનો ટીકટોક પણ વાયરલ થયો છે. જેમાં તે પંજાબી સોંગ્સ પર પોતાની સબંધી સાથે ડાન્સ કરતી હોય તેવી વિડીયો વાઈરલ થયો છે. ખુદ Dy.SP મનજીતા વણઝારાનો વાઈરલ થતા જ પોલીસ વિભાગમાં ભારે ગણગણાટ ઉભો થયો છે. આ ગણગણાટ ને જોતા સરકાર અને ગૃહ વિભાગ દ્વારા કોઈ કડક કાર્યવાહી હાથ ધરાય તેવી માંગ ઉઠવા પામી છે.  જો કે હવે વણઝારાના મુદ્દે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સરકાર શુ નિર્ણય કરી રહ્યા છે તેની નજર નાના પોલીસ કર્મચારીઓની નજર રહેશે. કહેવાય છે કે પોલીસ વિભાગમાં નાના અને મોટા પોલીસ અધિકારી માટે ન્યાયના ત્રાજવા જુદા હોય છે….જુઓ…વિડીયો…