#વડોદરાની મહારાણી સ્કૂલના એક શિક્ષક કોરોનાગ્રસ્ત, શહેર-ગ્રામ્ય વિસ્તારની 8 સ્કૂલના 12 શિક્ષકો અને 7 વિદ્યાર્થીઓ કોરોનાના શિકાર બન્યાં

www.mrreporter.in

અત્યાર સુધીમાં વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારની 8 સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ કોરોનની ચપેટમાં આવી ગયા છે : સ્કૂલો બંધ ન થઇ હોત અને પરીક્ષા લેવાતી હોત કોરોના એ વધુ શિકાર બનાવ્યા હોત 

એજ્યુકેશન- મી.રિપોર્ટર, 19મી માર્ચ.

વડોદરાના સુરસાગર પાસે આવેલી મહારાણી કન્યા સ્કૂલમાં વધુ એક શિક્ષક કોરોનાગ્રસ્ત બન્યા છે. અગાઉ એક શિક્ષક કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે. જયારે અન્ય એક શિક્ષકના પરિવારજને કોરોના થતા તેઓ હોમ કોરોનટાઈન  થયા હતા. મહારાણી કન્યા સ્કૂલ સહીત વડોદરાના શહેર અને ગ્રામ્ય વિસ્તારની 8 સ્કૂલના 12 જેટલા શિક્ષકો તથા 7થી વધુ  વિદ્યાર્થીઓને કોરોના થતા વડોદરા શિક્ષણ જગતમાં ભારે ગભરાટનો માહોલ ફેલાઈ ગયો છે.  અત્રે ઉલ્લેખનીય છે કે,  18મી શરુ થતી ઓફ લાઈન શાળાકીય પરીક્ષાઓ રાજ્યના શિક્ષણ વિભાગે રદ કરીને માત્ર ઓનલાઇન જ પરીક્ષા લેવાનો નિર્ણય લેતા વડોદરા શાળા સંચાલક મંડળ તેમજ આચાર્યે રાહત અનુભવી છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

વડોદરામાં કોરોના નો કહેર યથાવત છે. ઉલ્ટાના કોરોના ના કેસ સતત વધી રહ્યા છે.  વડોદરા શહેરમાં આવેલી શાળાઓની વાત કરીએ તો અત્યાર સુધીમાં વડોદરાના શહેર અને ગ્રામ્ય વિસ્તારની 8 સ્કૂલના 12 જેટલા શિક્ષકો તથા 7થી વધુ  વિદ્યાર્થીઓને કોરોના થયો છે. જેમાં 17મીએ જ વડોદરાના સુરસાગર પાસે આવેલી મહારાણી કન્યા સ્કૂલમાં વધુ એક શિક્ષક કોરોનાગ્રસ્ત બન્યા છે. 

ગઈકાલે જ વડોદરાના ગોત્રી સ્કૂલના 4 વિદ્યાર્થી અને ગાયત્રી સ્કૂલના એક શિક્ષક પણ કોરોના નો શિકાર બન્યા છે. સ્કૂલમાં કોરોના ની એન્ટ્રીના પગલે હવે શિક્ષકો અને આચાર્ય સહિતના સ્ટાફ પણ સાવધાન થઇ ગયા છે. સ્કૂલમાં કોવિડ  ગાઈડ લાઈન નું પાલન કરી રહ્યા છે. જોકે તેમ છતાંય કોરોના નો ચેપ લાગવાની ઘટના બનતા જ શિક્ષકો અને આચાર્ય ચિંતાતુર બન્યા છે.  તેઓમાં કોવિડની રસી લાગવાની પણ હોડ લાગી છે. 

વડોદરાના શહેર અને ગ્રામ્ય વિસ્તારની શાળાના  શિક્ષકો તથા વિદ્યાર્થીઓને કોરોના થવા અંગે શહેર જિલ્લા શિક્ષણ અધિકારી યુ.એન.રાઠોડે જણાવ્યું હતું કે, શાળા શરુ થઇ ત્યારથી અત્યાર સુધીમાં વડોદરા શહેર અને ગ્રામ્યમાં 11 જેટલા શિક્ષકો અને 6 જેટલા બાળકોને કોરોના થયો છે. તમામની તબિયત સારી છે.  એક- બે સ્કૂલ તો એવી છે કે જ્યાં વાન માં બાળકો સ્કૂલે આવતા હતા, તેમના ડ્રાઈવર દ્વારા તેમને કોરોના થયો છે. અમે સ્કૂલોમાં કોરોના ની ગાઈડ લાઈન નું  ચુસ્ત પાલન  કરવાની કડક સૂચના આપી છે. વખતોવખત તે અંગે મોનીટરીંગ પણ કરીયે છીએ. 

બે શિક્ષકો કોરોનગ્રસ્ત બન્યા  : આચાર્ય તૃપ્તિ બહેન 

17મીએ સ્કૂલ પરીક્ષાઓની તૈયારી અમે શરુ કરી હતી, ત્યારે જ અમને ખબર પડી કે અમારા એક શિક્ષક કોરોનામાં સપડાયા છે. જોકે ત દરમિયાન જ સરકાર નો પરિપત્ર આવી ગયો કે સ્કૂલમાં ઓફ લાઈન  પરીક્ષા રદ કરી છે અને ઓન લાઈન લેવાની છે.  આ શિક્ષક અમારે ત્યારે ધો. 9, 10-12માં પણ ભણાવતા હતા.  અગાઉ એક શિક્ષક કોરોનગ્રસ્ત બન્યા હતા. તો એક શિક્ષકના પરિવારમાં કોરોના થયો હોઈ તેઓ રજા પર હતા. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

Leave a Reply