WhatsApp લઈને આવ્યું ગૃપ ચેટમાં પ્રાઇવેટ મેસેજનું ખાસ ફીચર

 
મિ.રિપોર્ટર,  ૯મી નવેમ્બર
 
WhatsAppને તેના એન્ડ્રોઇડ બીટા યુઝર્સ માટે એક નવું ફીચર લોન્ચ કર્યું છે. નવા અપડેટ સાથે આવેલા આ ફીચરની મદદથી યુઝર્સને ચેટ ગૃપમાં પ્રાઇવેટ રિપ્લાય આપાવાનો વિકલ્પ મળશે. પ્રાઇવેટ રિપાલ્ય ફીચર દ્વારા વૉટસએપ યુઝર્સ ગૃપ ચેટ દરમિયાન કોઈ એક વ્યક્તિને અલગથી મેસેજ, વૉઇસ કૉલ અથવા વિડિઓ કૉલ કરી શકશે. તેના માટે તમારે ગૃપમાંથી બહાર આવવાની જરૂર નથી. આ ફીચર દ્વારા મોકલેલા મેસેજને માત્ર મોકલનાર અને રીસીવ કરનાર જ જોઈ શકશે. ગૃપના બાકીના લોકો તેને નહીં જોઈ શકે.
 
પ્રાઇવેટ મેસેજ મોકલવા માટે તમારે પહેલા તે મેસેજને સિલેક્ટ કરવાનો રહેશે જેનો રિપ્લાય તમે પ્રાઇવેટલી કરવા માંગો છો. મેસેજ સિલેક્ટ કર્યા પછી તમે ગૃપ ચેટમાં ઉપર હાજર ત્રણ ડોટ્સ પર ટેપ કરશો, તો ત્યારબાદ અહીં તમને ચાર વિકલ્પ કોપિ, મેસેજ, વૉઇસ કૉલ અને વિડિઓ કૉલ દેખાશે. તેમાંથી તમે તમારી જરૂરિયાતનો વિકલ્પ પસંદ કરી શકશો. ઉદાહરણ તરીકે જો તમે મેસેજ પસંદ કરો છો, તો તમે ગૃપ ચેટમાંથી બહાર આવીને આપોઆપ તે વ્યક્તિના ચેટ બોક્સમાં જતા રહેશો જેની સાથે તમે ચેટ કરવા માંગો છો.