અમદાવાદના બારેજા પાસે એક સ્કૂલ બસ ભુવા માં ફસાઈ, પછી ડ્રાઈવરે શું કર્યું ? જુઓ..

Spread the love

અમદાવાદ – બારેજા, 13મી ઓગસ્ટ.

બારેજાની એલાઇટ સ્કૂલની બસ માર્ગ પર પડેલા ભૂવામાં ફસાઈ જતાં વિદ્યાર્થી અને બસના ડ્રાઇવર નો જીવ અદ્ધર થઈ ગયો હતો, જોકે બસના ડ્રાઇવર ની સમયસૂચકતા ના પગલે મોટી જાન હાનિ ટળી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, આજે અમદાવાદના બારેજાં વિસ્તાર નજીક આવેલી એલાઇટ સ્કૂલના 60 બાળકો ને લઈને બસ પરત ફરી રહી હતી. દરમિયાન બારેજા ની અનમોલ સોસાયટી પાસે એક ભૂવો પડતાં બસ નું ટાયર ફસાઈ ગયું હતું. ટાયર ફસાઈ જતાં બસમાં બેઠેલા 60 વિદ્યાર્થીઓ ના જીવ તાળવે ચોટી ગયા હતા.

જોકે બસના ચાલકે બુદ્ધિમતા વાપરીને વિદ્યાર્થીઓ ને સહી સલામત બહાર કાઢી ને બીજી બસમાં ઘરે મોકલ્યા હતા અને મોટી જાન હાનિ ટાળી હતી. આ ઘટના ના પગલે બારેજા નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી અને નિષ્કાળજી સામે આવી છે અને ગામવાસીઓ નગર પાલિકા તંત્ર ના વહીવટ સામે અનેક પ્રશ્નાર્થ ઊભા થયા છે.