મી.રિપોર્ટર, ૨૯મી એપ્રિલ

રાજ્યમાં સૌથી મોટા બોગસ જીએસટી બિલ કૌભાંડનો પર્દાફાશ થયો છે. કેન્દ્રના નાણાં મંત્રાલય અને રાજ્ય વેચાણ વેરા કમિશ્નરની કચેરીના અધિકારીઓની આગેવાનીમાં 24 ગાડીઓ સાથે એશિયાના સૌથી મોટા મસાલા બજારમાં ઊંઝામાં દરોડા પાડીને લગભગ રૂપિયા ૨ હજાર કરોડ રૂપિયા નું કૌભાંડ ઝડપી પાડ્યું છે.

ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કેટલાક વેપારીઓ દ્વારા કરોડો રૂપિયાના બોગસ જીએસટી બિલ બનાવીને સરકાર પાસેથી કરોડોની ટેક્સ ઇનપુટ ક્રેડિટ મેળવી રહ્યાં હોવાની વિગતો બહાર આવી છે. આ ઘટનામાં થોડા સમય પહેલા રાજકોટમાં દરોડા પાડવામાં આવ્યા હતા. પણ છેલ્લા એક અઠવાડિયાથી એશિયાના સૌથી મોટા મસાલા બજારમાં ઊંઝામાં દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આજે 24 ગાડીઓ સાથે સૌથી મોટા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વેચાણ વેરા કમિશ્નર પી ડી વાધેલા અને નાણાં પ્રધાનની સીધી દેખરેખમાં હાથ ધરાયેલી તપાસમાં ઊંઝામાં 6 હજાર રાજસ્થાની મજૂરો અને પંટરો મતદાન કરવા રાજસ્થાન ગયા છે તેથી ઊંઝા બજાર બંધ છે, ગઈ કાલે પણ બોગસ બિલિંગની ટ્રકો ભરીને દક્ષિણ ભારતમાં માલ મોકલવામાં આવ્યા હોવાની જાણકારી મળ્યા બાદ સંજય માધાની કચેરીમાં, ઘરે અને 24 ટ્રાન્સપોર્ટરોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. જોકે દરોડામાં અસલી ગેંગ લીડર છટકી ગયો હતો. પણ તપાસ ટીમે બોગસ બિલિંગ કૌભાંડમાં 4000 પાનાના પુરાવા ઓન લાઇન પકડી પાડયા છે.

અત્રે ઉલ્લેખનીય છેકે, રાજ્ય વેચાણ વેરા કમિશ્નર કચેરી દ્વારા ઊંઝામાં 60 ટીમ બનાવીને દરોડા પાડવાનું આયોજન એક અઠવાડિયાથી ચાલતું હતું. જોકે પાંચ સભ્યોની ગેંગને કોઈ જાણભેદુએ બે દિવસથી જાણ કરી દેતાં અનેક દસ્તાવેજો સગેવગે કરી દેવાયા હોવાની વિગતો બહાર આવી છે. મુખ્ય સુત્રધાર દ્વારા ધંધો બીજાના નામે ચાલતો હોવાથી મુખ્ય સુત્રધારને બચાવવા રાજકીય દબાણ પણ શરૂ થયું હોવાની વિગતો બહાર આવી છે. તપાસ અધિકારીના માટે રાજકોટ કરતાં પણ મોટું વેરા ચોરી કૌભાંડ 2 હજાર કરોડથી પણ વધે તેવી શક્યતા છે.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: