વડોદરાના જુના પાદરા રોડ પર સ્પાના ઓથા હેઠળ ધમધમતુ સેક્સ રેકેટ ઝડપાયું, વ્યક્તિદીઠ એક યુવતીના  કલાકના 3 થી 9 હજાર રૂપિયા ચાર્જ

www.mrreporter.in
Spread the love

ક્રાઈમ – વડોદરા, મી.રિપોર્ટર, 6ઠ્ઠી માર્ચ. 

વડોદરા શહેરના જૂના પાદરા રોડ પર સ્પા ના ઓથા હેઠળ ધમધમતા સેક્સ રેકેટ ને એસઓજી પોલીસે ઝડપી પાડી દેહવ્યાપરના ધંધાનો પર્દાફાશ કર્યો છે પોલીસે ડમી ગ્રાહક મોકલીને રૂમમાંથી યુવતીને કઢંગી હાલતમાં ઝડપી પાડી કેશ કાઉન્ટર ઉપરથી રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન સહિત 39 હજારની મત્તા સાથે સંચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

વડોદરા શહેરની એસ.ઓ.જી પોલીસ ને ચોક્કસ માહિતી મળી હતી કે જુના પાદરા રોડ અક્ષર ચોક ખાતે આવેલ ધ પાર્ક એપાર્ટમેન્ટ માં બીજા માળે બુદ્ધા ઈન્ટરનેશનલ સ્પા આવેલું છે. જ્યાં સંચાલક પ્રિતેશ મિસ્ત્રી પોતાના ફાયદા માટે નોર્થ ઈસ્ટ  ઇન્ડિયા થી યુવતિઓ લાવી તેના રહેઠાણની વ્યવસ્થા કરી બોડી મસાજના ઓથા હેઠળ શરીરસુખ માંડવા ઇચ્છું યુવકોને યુવતીઓ બતાવી ગ્રાહકોની પસંદગી મુજબ એક કલાકના વ્યક્તિ દીઠ 3000 થી 9000 લઈ દેહવ્યાપારનું સેક્સ રેકેટ ચલાવે છે.

www.mrreporter.in

બાતમીના આધારે પોલીસે સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવા ડમી ગ્રાહક મોકલી યુવતી રૂમમાં પ્રવેશતા મિસકોલ કરી  તેમજ રકમ ચૂકવવા પોલીસે ચલણીનોટ ના નંબરો નોંધ કરી આપેલા  રૂપિયા ની ચુકવણી કરવા તખ્તો ગોઠવ્યો હતો. ડમી ગ્રાહક સ્પા સેન્ટરમાં પહોંચતા એક યુવતી સાથે બોડી મસાજ તેમજ શરીર સુખ માણવા રિસેપ્શન કાઉન્ટર ઉપર 7000 નક્કી કર્યા હતા ત્યારબાદ ડમી ગ્રાહક એ પોલીસને સિગ્નલ આપતા જ પોલીસ ત્રાટકી હતી અને યુવતી કઢંગી હાલતમાં ઝડપાઇ હતી. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં યુવતી નોર્થ દિલ્હીની હોવાનું બહાર આવ્યું હતું.

યુવતીના પર્સમાંથી ત્રણ નિરોધ ના પેકેટ મળી આવ્યા હતા આ ઉપરાંત રિસેપ્શનિસ્ટ પ્રિતેશ મિસ્ત્રી ના કાઉન્ટર માથી  રોકડા ૨૨ હજાર રૂપિયા તથા રૂપિયા 10 હજારની કિંમતનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો તેમજ બુદ્ધા ઈન્ટર નેશનલ સ્પા આ અંગે કોઈપણ જાતની નોંધણી કે પૂરાવા નથી.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.