કોરોના દર્દીમાં થતાં બ્લડ ક્લોટની તસવીર સામે આવી , જાણો તેનાથી કેમ છે હાર્ટ એટેક અને બ્રેઈન સ્ટ્રોકનું જોખમ..

www.mrreporter.in
Spread the love

નવી દિલ્હી- મી.રિપોર્ટર, 6 ઠ્ઠી મે.

દેશમાં કોરોના ની બીજી લહેર ઘણી જ ઘાતક છે.  એમાય યુવાનો ને વધુ પ્રમાણમાં પોતાનો શિકાર બનાવી રહી છે. આવા જ અનેક કીસ્સીઓ સામે આવ્યા છે. કોરોના સંક્રમિત દર્દીઓમાં સારવાર દરમિયાન જ લોહી જાડું થઈ રહ્યું છે. પરિણામે દર્દીના શરીરમાં થતાં બ્લડ ક્લોટિંગના કારણે હાઈ પ્રેશર વધવું, હાર્ટ એટેક અને બ્રેઈન સ્ટ્રોકની સમસ્યામાં વધારો જોવા મળ્યો છે. તાજેતરમાં જ ભારતના જાણીતા વેસ્ક્યુલર સર્જન અંબરિશ સાત્વીકે કોરોનાના દર્દીમાંથી કાઢવામાં આવેલા બ્લક ક્લોટની તસવીર ટ્વિટર પર પોસ્ટ કરી હતી. 

વેસ્ક્યુલર સર્જન અંબરીશ સાત્વીકે જણાવ્યું કે, કોરોનાના કારણે ઘણી વખત દર્દીમાં બ્લડ ક્લોટ થઈ શકે છે. આ બ્લ્ડ ક્લોટના કારણે હાર્ટ એટેક, બ્રેઈન સ્ટ્રોક અથવા પેરાલિસિસ જેવી સમસ્યાઓ થવાના 2-5 ટકા સુધીના ચાન્સ વધી જાય છે. અમે અહીં એક કોરોના પીડિતની નીચલી ધમનીમાંથી સર્જરી કરીને બ્લડ ક્લોટ બહાર કાઢ્યો છે, અને અમે તે દર્દીનો જીવ બચાવી શક્યા છીએ.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

શું હોય છે બ્લડ ક્લોટ?

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે બ્લડ ક્લોટના કારણે ઘણાં દર્દીઓને જીવનું જોખમ પણ રહે છે. આ ક્લોટ્સને થ્રોંબોસિસ પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે પણ કોરોના દર્દીના ફેફસામાં સોજો જોવા મળતો હોય છે. પરંતુ આ બ્લડ ક્લોટના કારણે ફેફસાંનો સોજો ગંભીર સ્વરૂપ લે છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.