વડોદરા, ક્રાઈમ રિપોર્ટર, ૧૯મી ફેબ્રુઆરી

શહેરની ફિઝિયોથેરાપિસ્ટ યુવતી સાથે દુષ્કર્મ કેસના આરોપી અને ગઈકાલે મુંબઈથી ઝડપાયેલા અકોટાના ન્યૂરોસર્જન ડો. યશેષ દલાલનું ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં મેડિકલ ચેક અપ કરીને  સિમેન ટેસ્ટ કરવામાં આવ્યો હતો.  મેડીકલ તપાસ બાદ પોલીસે આરોપી ડોક્ટરને આજે વડોદરા કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં આરોપી ડોક્ટરના વકીલ કૌશિક ભટ્ટે કોર્ટમાં દલીલ કરી હતી કે, આ કેસની તટસ્થ તપાસ થવી જરૂરી છે. જેથી રિમાન્ડ મંજૂર કરવા જોઇએ.  યુવતીએ જ ડોક્ટરને ફોટા મોકલ્યા હતા. ડોક્ટરે યુવતીના ફોટા પાડ્યા નહોતા. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ડોક્ટરના ૭ દિવસના  રિમાન્ડ મંજૂર કર્યાં હતા. 

 અકોટાના ન્યૂરોસર્જન ડો. યશેષ દલાલે પોતાને ત્યાં કામ કરતી  ફિઝિયોથેરાપિસ્ટ યુવતીને કેરિયર ખરાબ કરવાની અને ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી હતી. યુવતીએ આ અંગે  જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.  પોલીસ ફરિયાદ નોંધાયા બાદ 7 દિવસ સુધી ફરાર થઇ ગયેલો ડોક્ટર મુંબઇના માલાબાર હિલ સ્થિત દેવસૃષ્ટી એપાર્ટમેન્ટમાં તેના પિતરાઇ ઉપેન્દ્ર શેઠ ઘરે છૂપાયો હોવાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડ્યો હતો. જ્યાંથી ડોક્ટરને ઝડપી પાડ્યો હતો. અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ રાત્રે ડોક્ટરે લઇને વડોદરા આવવા નીકળી ગઇ હતી.અત્રે ઉલ્લેખનીય છે કે,  આરોપી ન્યૂરોસર્જન ડો. યશેષ દલાલે પીડિતાને  બેંગ્લોર, મુંબઇ અને અમદાવાદ લઇ ગયો હતો, જ્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. 

 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: