વડોદરા જીલ્લામાં NRIની જમીન પચાવી પાડવાના ગુન્હામાં જેલવાસ ભોગવી ચુકેલા શખ્સે શિનોર તાલુકા પંચાયતની બેઠક માટે દાવેદારી નોધાવતા હોબાળો

www.mrreporter.in
Spread the love

રાજનીતિ-શિનોર, મી.રીપોર્ટર, ૨૮મી જાન્યુઆરી. 

વડોદરા જીલ્લામાં હાલ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વડોદરા જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં ઉમેદવારી કરવા ઇચ્છતા ભાજપના કાર્યકરો પોતાની દાવેદારી નિરીક્ષકો સમક્ષ રજુ કરી શકે છે. જયારે વડોદરા જીલ્લામાં NRIની જમીન પચાવી પાડવાના ગુન્હામાં જેલવાસ ભોગવી ચુકેલા અને જામીન પર મુક્ત થયેલા ભાજપના કાર્યકરે શિનોર તાલુકા પંચાયતમાં શિનોર- 2 બેઠક પર ભાજપ માંથી ચુંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી બાયોડેટા સાથે નિરીક્ષક સમક્ષ પોતાની દાવેદારી નોધાવતા ચકચાર મચી છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

રાજ્ય સરકાર એકબાજુ  ગુંડા એકટ અને લેન્ડગ્રેબિંગ એક્ટ ના કડક અમલથી રાજ્યને ગુન્હામુક્ત કરવાના પ્રયત્નો કરી રહી છે. ત્યારે બીજી તરફ પાછલા બારણે ભૂમાફિયાઓ ને ભાજપમાં સમાવેશ કરી ક્લીન ચીટ આપી રહી હોય તેમ લાગે છે. 10 કરોડ સભ્ય ધરાવતી પાર્ટીમાં શિસ્ત અને સ્વચ્છ છબીની વાતો ફક્ત કાગળો પર જ જોવા મળી રહી છે. 

જિલ્લા ભાજપમાં ગુન્હાહિત ભૂતકાળ ધરાવતા તત્વો સક્રિય થઇ ગયા છે. ભાજપના કાર્યકર્તા રહીને ગુનો આચરનાર શખ્સોએ પણ હવે જિલ્લા પંચાયતની ચૂટણીમાં પોતાની દાવેદારી નોધાવતા જિલ્લા ભાજપમાં સક્રિય કાર્યકર્તા અને અગ્રણી નેતાઓમાં ભારે વિરોધનો સુર ઉઠવા પામ્યો છે. સમગ્ર દેશમાં એક માત્ર  મિસકોલ થી 10 કરોડ ઉપરાંત કાર્યકરોની ફોજ ધરાવતી ભારતીય જનતા પાર્ટીમાં ચુંટણી ટાણે જ  ગુન્હાહિત ભૂતકાળ ધરાવતા કાર્યકર્તાઓ પોતાની ઉમેદવારીને લઈને સક્રિય થઇ જતા જિલ્લા ભાજપ માટે સનિષ્ઠ કાર્યકર્તાઓ પસંદગી કરવી માથાનો દુઃખાવો બની ગયો છે. આ આવો જ એક કિસ્સો શિનોરમાં યોજાયેલા કોન્સેસ દરમિયાન સામે આવ્યો છે. 

શિનોર તાલુકા પંચાયત ની બેઠકો માટે જયારે સંભવિત દાવેદારો ને સંભાળવા માટે ની પ્રક્રિયા ચાલી રહી હતી. ત્યારે NRI ની જમીનની બોગસ પાવર ઓફ એટર્ની બનાવી શિનોર જૂતા કાંડના આરોપી રશ્મીન પટેલની માતાના નામે દસ્સ્તાવેજ કરી લેવનાર ભૂમાફિયા દિનેશ સવાભાઈ રબારીએ પણ તાલુકા પંચાયત બેઠક પર ચુંટણી લડવા માટે નિરીક્ષક સમક્ષ દાવેદારી નોંધાવી હતી.

દોઢ વર્ષ અગાઉ બોગસ દસ્તાવેજોના આધારે જમીન હડપ કારવાના કેસમાં એક મહીનો અને દસ દિવસ જેટલા મોટા સમયગાળા માટે જેલવાસ ભોગવનાર દિનેશ રબારી જેતે સમયે તાલુકા મહામંત્રી નો હોદ્દો ભોગવતા હતા. ત્યારે જમીન હડપ કરવાના કેસમાં SIT ની તપાસ બાદ જીલ્લા LCB એ ગુન્હો દાખલ કરતા જ તેઓને મહામંત્રી પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આજે જયારે તાલુકા પ્રમુખ ચંદ્રવદન પટેલને પૂછવામાં આવ્યું કે ભૂમાફિયા તરીકે પંખાયેલા વ્યક્તિએ ભાજપ માંથી દાવેદારી કરી છે તો પક્ષ તેને કઈ રીતે જુએ છે. જયારે આ મામલે ચંદ્રવદન પટેલે જણાવ્યું હતું કે “તેઓનો કેસ જુનો થઇ ગયો છે. અમે તેઓને પક્ષમાં ફરી વાર લઇ લીધા છે અને તેઓએ શિનોર-2 તાલુકા પંચાયત બેઠક પર ઉમેદવારી નોંધાવી છે.” આ એક રાજકીય ષડયંત્ર છે. રાજકારણમાં તો આક્ષેપબાજી ચાલતી જ રહેવાની. તેમના આક્ષેપો નો કોઈ ફરક પાડવાનો નથી. 

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.