મુંબઈ- મિ.રિપોર્ટર, ૧૮મી એપ્રિલ.
ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલો કોરોના વાઈરસ આજે વિશ્વમાં આતંક ફેલાવી રહ્યો છે. ચીન દ્વારા તૈયાર કરાયેલા કોરોના વાઈરસને લઈને હવે મુંબઈમાં મોટા સમાચાર આવ્યા છે. જેમાં મુંબઈના એક યુવા વકીલ આશિષ સોહાણીએ ચીન પર આ વાઈરસને સમયસર કાબૂમાં ન લેવા અને તેને દુનિયાભરમાં ફેલાવવા દેવાનો આરોપ લગાવતા આંતરરાષ્ટ્રીય કોર્ટમાં દાવો માડ્યો છે. યુવા વકીલ આશિષ સોહાણીએ 33 પાનાંની પિટિશનમા ચીનની સરકાર પાસેથી ભારત સરકાર વતી 190 લાખ કરોડ રુપિયાની માગણી કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટ ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)થી અલગ છે. આ કોર્ટ નેધરલેન્ડના હૉગ શહેરમાં આવેલી છે. દુનિયાભરના ક્રાઈમ, નરસંહાર, કોઈ સમુદાય વિરુદ્ધ કરાયેલા ગુના, યુદ્ધ ગુના તેમજ ધિક્કાર ફેલાવવાના ગુનાની તે સુનાવણી કરી શકે છે.
યુવા વકીલ આશિષ સોહાણી તે પૂર્વ ડીસીપીના પુત્ર છે. યુવા વકીલ આશિષ સોહાણીએ 11 એપ્રિલે ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાં ઈ-પિટિશન દાખલ કરી હતી. ત્રણ દિવસમાં તેને કોર્ટ તરફથી રિપ્લાય આવ્યો હતો કે તેની પિટિશન હાલ વિચારાધીન છે. કોર્ટે જણાવ્યું છે કે જ્યારે પણ તેમની અરજી પર કોઈ નિર્ણય લેવાય તે સાથે જ તેમને તેના અંગે જાણ કરવામાં આવશે.
સોહાણીના માતા નિવૃત્ત જજ છે. તેમણે પણ જણાવ્યું હતું કે ચીનને આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટ ઉભું રાખવા તમામ પ્રયાસ થવા જોઈએ. ચીન સામે અનેક પુરાવા હોવાનો દાવો કરતા તેમણે જણાવ્યું હતું કે ચીન આ વાઈરસની ભયાનકા પહેલાથી જાણતું હતું, પરંતુ તેનો પ્રસ્ર રોકવા માટે તણે કોઈ પગલાં નહોતા લીધા. જો ભારત સરકાર પણ સત્તાવાર રીતે ચીન સામે કાયદાકીય કર્યવાહી કરે તો તેમનો કેસ મજબૂત બનશે.