મિ.રિપોર્ટર, ૧૨મી જાન્યુઆરી.
કોઈપણ સર્જરી વગર માત્ર એક જ વર્ષમાં ૩૦ કે તેથી વધુ વજન ઉતરે ખરા. તે પણ માત્ર જીમમાં જઈને ? આ પ્રશ્ન સામે સૌ કોઈ તરત જ ના કહેશે. જો તમે પણ કઈક આવું જ વિચારતાં હોવ તો, જરા થોભજો. કેમકે ૮૫ કિલો થી વધુ વજન ધરાવતી અમદાવાદની એક યુવતીએ માત્ર એક જ વર્ષમાં ૩૦ થી ૩૫ કિલો વજન ઘટાડી દીધું. તેણીએ વજન ઉતારવાની કોઈપણ દવા વગર લીધા વગર જ કરીને બતાવ્યું છે. આ યુવતી બીજી કોઈ નહિ પણ ગુજરાત ભાજપના નેતા અને પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસની દીકરી સપના વ્યાસ છે.
પોતાની સિદ્ધિને લીધે જ સપના વ્યાસ ફિટનેસ ટ્રેનર બની ગઈ છે. 1989ની વર્ષમાં જન્મેલી સપના હાલ મૉડલ તરીકે કામ કરે છે. સપનાએ અમદાવાદથી સાઈકોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. આ સાથે તેણે MBA પણ કર્યું છે.
તે હાલમાં બોલિવૂડ મૂવીમાં એક ટ્રેનર તરીકે પણ કામ કરે છે. સોશિયલ મીડિયા પર આ ગુજરાતી છોકરીના જબરજસ્ત ફેન છે. સપના વ્યાસ કોઈ બોલિવૂડ એક્ટર કે મૉડલ નથી. છતાં તે આજે ઘણી મહિલાઓ માટે રોલ મૉડલ બની ગઈ છે. ફિટનેસ ટ્રેનર સપના વ્યાસના ઘણાં ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર તેના લગભગ 11 લાખ ફોલોઅર્સ છે.
અત્રે ઉલ્લેખનીય છેકે, સપના જ્યારે 19 વર્ષ હતી ત્યારે તેનું વજન 80 કિલોગ્રામ હતું.સપનાએ વજન ઉતારવા માટે કોઈ પણ પ્રકારનું ઓપરેશન નથી કરાવ્યું. ડાયટ અને એક્સર્સાઈઝના આધાર પર સપનાએ 33 કિલો વજન ઉતાર્યું છે. નવી સપનાને જોઈને ઘણાં લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા.
ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટોગ્રાફ્સ ધૂમ મચાવી રહ્યા છે…તમે પણ જુઓ તસવીરો…