મોડેલિંગમાં કેરિયર બનાવવા ઈચ્છતી શહેરની કમ્પ્યુટર એન્જિનિયર યુવતી રસ્તા પર સૂપ વેચે છે…જુઓ…વિડીયો…

મિ.રિપોર્ટર, ૧૩મી નવેમ્બર. 

અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. હું મારા સ્વપ્નને મારી મહેનતથી પૂરું કરીશ. આ શબ્દ છે  દેશની ટોચની મોડલ બનાવવાની મહેચ્છા ધરાવતી અને પરિવારને આર્થિક મદદ કરવા માટે સંઘર્ષ કરી રહેલી વડોદરાની કમ્પ્યુટર એન્જિનિયર યુવતી કોમલ ઠાકુરના. કોમલ  દરરોજ  વહેલી સવારે કમાટીબાગ ખાતે આરોગ્યપ્રદ સૂપ વેચે છે. એટલું જ નહિ પણ બાકીનો સમય પોતાના સ્વપ્નને સાકાર કરવા માટે ફાળવે છે. 

બોલીવુડ અભિનેત્રી કંગના રણાવતને આદર્શ માનતી કોમલ ઠાકુર પણ પોતાની હેર સ્ટાઇલ પણ કંગના રણાવત જેવી રાખે છે. મોડેલિંગ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા માટે સંઘર્ષ કરી રહેલી કોમલ સવારે ૪ વાગે ઉઠી જાય છે. દરરોજ સરગવો, આદુ, ગાજર, તુલસી, મિક્ષ વેજીટેબલ જેવા વિવિધ પ્રકારના સુપ પોતાના ઘરમાં તૈયાર કરે છે. તે લઈને  વહેલી સવારે ૬ થી ૬.૩૦ કલાકે કમાટીબાગની બહાર ફૂટપાથ ઉપર વેચવા માટે આવી જાય છે.

સૂપનો વ્યવસાય શરૂ કરનાર કોમલ ઠાકુરને જોઇને મોર્નિંગ વોકમાં આવનાર લોકો પણ તેને જોઇને આકર્ષયા છે.  તેની પાસે આરોગ્યપ્રદ સૂપની મજા માણી રહ્યા છે. રૂપિયા 10માં પ્રતિદિન 100 કપ જેટલા સૂપનું વેચાણ કરી રહી છે.  જ્યારે તેની માતા વડોદરા શહેરના જાણીતા જ્વેલર્સની ત્યાં ફ્લોર મેનેજર તરીકે ણ નોકરી કરે છે.

One thought on “મોડેલિંગમાં કેરિયર બનાવવા ઈચ્છતી શહેરની કમ્પ્યુટર એન્જિનિયર યુવતી રસ્તા પર સૂપ વેચે છે…જુઓ…વિડીયો…

Leave a Reply