સાંગલીમાં રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન 30 લોકોને લઈ જતી બોટ ડૂબી, 12ના મોત….જુઓ…વિડીયો….

Spread the love

સાંગલીમાં ગત 6 દિવસોથી સતત વરસતા વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે : NDRF અને સેનાના જવાન 50 હજારથી વધારે લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા

મહારાષ્ટ્ર-સાંગલી, મિ.રીપોર્ટર, ૮મી ઓગસ્ટ

દેશના મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં પુરના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે લઈ જતી એક બોટ પલટી ખાઈ જતા 12 લોકોના મોત થયા છે. આ બોટમાં અંદાજે 30 લોકો સવાર હતા. પૂણેના વિભાગીય કમિશનર દીપક મૈસ્કરે જણાવ્યું કે, 16 લોકોનો બચાવી લેવામાં આવ્યા છે. જયારે અન્ય લોકોની શોધખોળનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ, આ દુર્ઘટના બ્રહમનાલ વિસ્તારમાં સર્જાઈ છે. બોટમાં સવાર તમામ લોકો એક શાળામાં ફસાયા હતા અને તેમને શાળામાંથી બહાર કાઢીને સુરક્ષિત સ્થળે લઈ જવાનો પ્રયાસ કરાઈ રહ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે,ક્ષમતા કરતા વધારે લોકો બોટમાં સવાર હોવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. મૃતકોમાં પાંચ મહિલાઓ, 3 પુરુષો અને ચાર બાળકો સામેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રત્યક્ષદર્શીઓએ ઘટના અંગે જણાવ્યું હતું કે, આ એક મોટરબોટ હતી અને તેના પંખામાં રસ્સી ફસાવાના કારણે તે અધવચ્ચે થોભી ગઈ હતી. ફુલ સ્પીડમાં મોટર બંધ થવાના કારણે આ બોટ પલટી ખાઈ ગઈ હતી જેમાં સવાર મોટા ભાગના લોકો પાણીમાં ડુબી ગયા હતા.

જુઓ…વિડીયો…..