કોર્પોરેટ ને મોટી ભેટ : ૪૦૦ કરોડ સુધીનું ટર્ન ઓવર ધરાવનાર કંપનીઓ પર હવે ૨૫% ટેક્સ

બજેટ- નવી દિલ્હી, મી.રિપોર્ટર, 5મી જુલાઈ.

મોદી સરકારે તેના બીજા કાર્યકાળમાં પ્રથમ બજેટમાં કોર્પોરેટ સેકટરને મોટી ભેટ આપી છે. નાણા મંત્રી નિર્મલા સિતારમણે બજેટ રજુ કરતા જાહેરાત કરી છે કે હવે રૂ.૪૦૦ કરોડ સુધીનું ટર્ન ઓવર ધરાવનાર કંપની પર ૨૫ ટકા ટેક્સ લાગશે. પહેલા રૂ.૨૫૦ કરોડ સુધીનું વાર્ષિક ટર્ન ઓવર ધરાવનાર કંપનીઓ પર ૨૫ ટકા ટેક્સ હતો.

નાણા મંત્રીએ કહ્યું છે કે હવે દેશમા સંચાલીત અંદાજે ૯૯.3 ટકા કંપનીઓ લોઅર કોર્પોરેટ ટેક્સ અંતર્ગત આવી ગઈ છે. તે વિસ્તારની બહાર હવે માત્ર ૦.૭ ટકા કંપનીઓ છે. હવે રૂ.૪૦૦ કરોડથી વધુ ટર્ન ઓવર ધરાવનાર કંપનીઓ પર ૩૦ ટકા ટેક્સ લાગશે. પહેલા ૨૫૦ કરોડથી વધુ ટર્ન ઓવર ધરાવતી કંપનીઓ ૩૦ ટકા કોર્પોરેટ ટેક્સ અંતર્ગત આવતી હતી.