મિ.રિપોર્ટર, ૧૬મી ફેબ્રુઆરી.
કોઈ ૯૦ કિલો વજન ધરાવતી છોકરી મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડમાં રનર અપ તરીકે જીતી શકે ખરા ? આ પ્રશ્ન સામે સૌ કોઈ તરત જ ના પાડશે ? જો તમે પણ કઈ એવું વિચારતાં હોવ તો થોભજો. વાત છે એવી છોકરીની કે જેને ૯૦ કિલો વજનમાંથી કડક મહેનત અને ડાયેટ દ્વારા પોતાનું વજન લગભગ ૪૦ કિલો કરી દીધું હતું. તે બાદ તે વિવિધ બ્યુટી સ્પર્ધામાં ભાગ લેવા લાગીને ટાઈટલ પોતાના નામ કરવા લાગી હતી.
મૂળ ઈન્ડિયન પણ મલેશિયામાં રહેતી જોના ૧૩ વર્ષની હતી ત્યારે તેનું વજન 90 કિલો હતું, મિત્રો અને આસપાસના લોકો તેની મજાક ઉડાવતા હતા. જોનાને લોકોથી નફરત થવા લાગી હતી. તેના કોઈ દોસ્ત તો પણ તેનાથી દુર રહેવા લાગ્યા. તે ડિપ્રેશનનો ભોગ પણ બની ગઈ હતી. આખરે તેણે પોતાની જાતને બદલવાનો નિર્ણય કર્યો અને જિમ જવાનું શરુ કરી દીધું. જોના રોજ બે કલાક દોડતી અને સાથે સાથે ડાયટવાળું ફૂડ લઈને તેણે વજનને કંટ્રોલ કરવાની શરૂઆત કરી. થોડા જ મહિનામાં જોનાએ લગભગ ૫૦ કિલો વજન ઘટાડીને એકદમ જોનાને લોકોથી નફરત થવા લાગી હતી તેના કોઈ દોસ્ત પણ નહોતા ડિપ્રેશનનો ભોગ પણ બની ચૂકી છે આખરે પોતાની જાતને બદલવાનો નિર્ણય કર્યો જિમ જવાનું શરુ કરી દીધું જોના રોજ બે કલાક દોડતી ડાયટ પણ ખાસ્સું કંટ્રોલમાં કરી દીધું વજન 52 કિલો ઘટાડી દીધું જાડી જોના સ્લીમ બની ગઈ હતી.
જોનાએ વજન ઘટાડ્યા બાદ પાછુ વાળીને જોયું નથી. તે પછી જોનાએ બ્યુટી સ્પર્ધામાં ભાગ લેવાનું શરુ કર્યું. તેણે 2016માં મિસ સેલેંગર અર્થ ટાઈટલ જીત્યું હતું. તે બાદ તેણે મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડમાં ભાગ લીધો અને તે બીજાક્રમાંકે આવી હતી. હાલમાં જોના ફુલટાઈમ મોડેલિંગ કરે છે. ઘણાબધા એસાઈમેન્ટ પર કામ કરે છે.