કોવિડ વોર્ડમાં ફરજ બજાવતાં 30 વર્ષના ડૉક્ટરના બંને લંગ ખરાબ, જટિલ ઓપરેશન કરીને બંને લંગ બદલી નાખ્યાં

કોવિડ વોર્ડમાં ફરજ બજાવતાં 30 વર્ષના ડૉક્ટરના બંને લંગ ખરાબ, જટિલ ઓપરેશન કરીને બંને લંગ બદલી નાખ્યાં

Spread the love

બેંગલુરુ- મી,રિપોર્ટર, ૧૭મી સપ્ટેમ્બર. 

કોરોના ની ત્રીજી લહેર ધીમે ધીમે દેશમાં ફેલાઈ રહ્યો છે. લોકો હજુ પણ તેની ગંભીરતા સમજતા નથી. લોકોની આંખો પહોળી થઇ જાય એવો એક ચોકાવનારો કેસ બહાર આવ્યો છે. સેકન્ડ વેવ દરમિયાન કોવિડ વોર્ડમાં ફરજ બજાવતી વખતે બેંગલુરુના એક ડોક્ટરને ડબલ લંગ ટ્રાન્સ પ્લાન્ટેશન કરાવવાની જરૂર પડી હતી, એટલું જ નહિ પણ માંડ માંડ તેમની જીંદગી બચી હતી.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

વાત જાણે એમ બની છે કે, કોરોના વોર્ડ માં સારવાર કરતા ડૉ. સનથની તબિયત સતત બગડતી ગઈ હતી. જેના કારણે તેમને આઈસીયુમાં એડમિટ કરવા પડ્યા હતા. ત્રણ મહિના સુધી હોસ્પિટલમાં સારવાર લેનારા ડૉ. સનથ કુમારની ઉંમર માત્ર 30 વર્ષ છે, તેઓ કોવિડ હોસ્પિટલમાં એનેસ્થેટિસ્ટ તરીકે ફરજ બજાવતા હતા. કોરોનાના લક્ષણો દેખાયા બાદ 07 મી મેના રોજ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 

જ્યાં તેમને આઈસીયુમાં એડમિટ કરવા પડ્યા હતા. 28 મેના રોજ તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવા પડ્યા હતા. જેના પર ઘણા દિવસો વિતાવ્યા બાદ આખરે 22 જૂનના રોજ તેમના બંને ફેફસાં ટ્રાન્સ્પ્લાન્ટ કરાયા હતા. જેના પછી પણ તેમને લાંબો સમય હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું, અને આખરે 7 સપ્ટેમ્બરના રોજ તેમને ડિસ્ચાર્જ મળ્યો હતો.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

 

Share
%d bloggers like this: