એપિસોડ -28

(હવે થી માત્ર દર ગુરુવારે )

 

 

(એપિસોડ -27: તમે પાછલાં અંકમાં વાચ્યું. મંદિર માં નિશા વિશ્વાસ ની હાલત વિષે કહે છે જેના કારણે આકાંક્ષા વિશ્વાસ ને મળવાનું વિચારે છે. નિશા ના કહેવાથી એ એમની સોસાયટી ના મંદિર માં વિશ્વાસ ને મળવા જાય છે.પરંતુ વિશ્વાસ ત્યાં નથી હોતો એટલે એ પૂજારી ને પૂછે છે તો જાણવા મળે છે કે વિશ્વાસ તો છેલ્લા કેટલાય મહિનાઓથી મંદિર જ નથી આવ્યો. પૂજારી ના આવા જવાબ થી આકાંક્ષા વિચારે છે કે વિશ્વાસ ની ઓફીસ જઈ ને મળવું જોઈએ. એટલે એ એની ઓફીસ જવાનું વિચારે છે. વિશ્વાસ ની ઓફીસ જતા રસ્તા માં એક સિગ્નલ પર બધા વાહનો રોકાય છે અને એવા માં આકાંક્ષા ની નજર એક i20 પર પડે છે અને કાર ની અંદર નજર પડતા આકાંક્ષા ની આંખ માંથી ના ચાહવા છતાં આંસુ નીકળી જાય છે.)

પેલા કાકા ના કહેવાથી મને ભાન થયું કે મારા લીધે ખરેખર  આખો રસ્તો જામ થઇ ગયો છે.હું માફી માગી ને એકટીવા ચાલુ કરી કાર ની પાછળ જવા લાગી.હું જોવા માગતી હતી કે એ કાર ક્યાં ઉભી રહે છે. આજે ફરી એક વાર મારા દિલ ના એ જુના ઘા તાજા થયા. વિશ્વાસ નહોતો થતો કે માણસ આટલો લાગણીવિહીન પણ હોઈ શકે !!!!! ક્યારેક વિચાર આવે છે કે ભગવાન આવા માણસો માં દિલ અને લાગણી મુકવાનું જ ભૂલી ગયો છે કે શું ???????

મારું દિલ જોર જોર થી ધડકતું હતું કારણ કે જો આજે હું જે કઈ પણ વિચારૂ છું એ સાચું હશે તો ક્યાંક હું મારો જીવ ના લઇ લવ !!!!!!ના…… ના આવું ના આ થવું જોઈએ……હે ભગવાન તું આટલો કઠોર નથી. દયા કરજે મારા દિલ પર ……. જે ફરી થી કોઈ ઘા સહન કરવા સક્ષમ નથી….. અને હું આંખ બંધ કરી ને ભગવાન ને કહેવા લાગી. એ કાર હજી મારી આગળ હતી અને હું એની પાછળ……અને છેવટે મારી આતુરતા નો અંત આવ્યો આખરે એ કાર ઉભી રહી…પણ આ શું??? એ કોઈ હોટેલ આગળ ઉભી રહી….. હોટેલ ને જોઈ ને મારું મન વધારે ચિંતા કરતુ થઇ ગયું.

અચાનક કાર નો દરવાજો ખુલ્યો અને હું મારી આંખ બંધ કરી ને ભગવાન ને પાર્થના કરવા લાગી કે હે ભગવાન કાશ…… કાશ મારું વિચારેલુ આજે બધું જ ખોટું સાબિત થાય…. મારું જોયેલું પણ આજે ખોટું ઠરે …… આ ગાડી માં વિશ્વાસ ના જ હોવો જોઈએ.

અને મેં આંખ ખોલી …… ગાડી નો દરવાજો ખુલ્યો….. અને……..એ ગાડી માંથી વિશ્વાસ બહાર આવ્યો …..અને મારા સપના ચકનાચૂર થઇ ગયા…..આજ સુધી જે સાંભળ્યું માત્ર હતું તે આજે કદાચ સાચું ના થઇ જાય એનો ડર હવે મને લાગવા લાગ્યો. પણ હજી થોડી આશા હતી એટલે હું હજી વધારે જાણવા માગતી હતી ….

વિશ્વાસ ના પગ ગાડી ના બીજા દરવાજા તરફ વધતા હતા, વિશ્વાસ એ ગાડી નો દરવાજો ખોલ્યો, અંદર થી આશરે વીસેક વર્ષ ની બ્લેક જીન્સ અને રેડ ઓફ શોલ્ડર ટોપ પહેરેલી સુંદર યુવતી નીકળી. એ વિશ્વાસ તરફ વળગી અને એને વિશ્વાસ ના ગાલ પર હળવું ચુંબન કર્યું. મારા શરીર માં આગ લાગી રહી હતી આ બધું જોઈ ને …. પણ હું મારા મન ને કાબુ માં રાખી ને હજી આ તમાશો જોવા માગતી હતી….હું જોવા માગતી હતી કે વિશ્વાસ કેટલી હદ સુધી નાલાયકી કરી શકે છે……..

વિશ્વાસ અને એ યુવતી બંને એકબીજા નો હાથ પકડી ને હોટેલ ની અંદર જવા લાગ્યા અને હું પણ એ લોકો મને જોઈ ના લે એ રીતે બંને ની પાછળ જવા લાગી. હોટેલ ના રીસેપ્શન પર પહોચી ને વિશ્વાસ એ વાત ચાલુ કરી,

“હેલ્લો, એક ડબલ બેડ વાળો રૂમ જોઈએ છે” વિશ્વાસે કહ્યું.
“સર, એ.સી કે નોન એ.સી?” રીસેપ્શનીસ્ટે પૂછ્યું.
“ જી,એ.સી જોઈએ “ વિશ્વાસે કહ્યું.

હું બધું જ સાંભળી રહી હતી. મને જે દેખાતું હતું અને જે સંભળાતું હતું એના પરથી સાફ હતું કે આ બંને ના સંબંધો શું છે ? પણ હજી મારું મન માનવા તૈયાર નહોતું એટલે હું વિચારતી હતી કે કદાચ વિશ્વાસ કોઈ કામ માટે આવ્યો હશે? કદાચ કોઈ મિટિંગ માટે  ? પણ હોટેલ ના રૂમ માં મિટિંગ ??? અને એ પણ એક છોકરી સાથે ? આ કેવા પ્રકાર ની મિટિંગ હોઈ શકે એ મને ખબર પડી રહી છે છતાં હું આ બધું મારી નજરે જોવા માગું છું. હું વિશ્વાસ અને એ યુવતી ની પાછળ હોટેલ રૂમ સુધી ગઈ. રૂમ પર પહોચી ને વિશ્વાસ એ રૂમ અંદર થી લોક કરી દિધો હવે અંદર શું થઇ રહ્યું હશે?

  • વાંચકો આપને આ સ્ટોરી કેવી લાગી ? આપ જો કોઈ કોમેન્ટ કરવા માંગતા હોય તો Leave a Reply માં જઈને કોમેન્ટ કરી શકશો. આ ઉપરાંત તમે અમારા whatsup no 7016252600 પર કોમેન્ટ કરીને જણાવી શકો છો.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: