જોબ મેળવવા માટે ૧૯ વર્ષની એક છોકરીને રોજ ૧૮ પુરુષો સાથે સેક્સ કરવા માટે મજબુર કરાઈ ? ક્યાં ?

Spread the love

એમ્સટર્ડમ, મિ. રિપોર્ટર, ૮મી જાન્યુઆરી. 

જોબ મેળવવા માટે કોઇપણ છોકરીને સેક્સ કરવા માટે  મજબૂર કરવામાં આવી હોય, તેવી કોઈ દર્દનાક ઘટના સાંભળી છે ખરી ? જો ના સાંભળી હોય તો કે જેમાં એક ૧૯ વર્ષની છોકરી એમ્સટર્ડમ નર્સની જોબ મેળવવા પહોંચી તો તેનો પાસપોર્ટ એરપોર્ટ પહોંચતા જ ચોરી લેવાયો હતો. તે બાદ તેને પાસપોર્ટ અને જોબ મેળવવા માટે એક નહિ પણ ૧૮ પુરુષો સાથે સેક્સ કરવા માટે મજબૂર કરવામાં આવી હતી. આ દર્દનાક અનુભવની કહાની બ્રિટનની સારાની છે, જે હવે 42 વર્ષની થઈ ચૂકી છે.

સારાએ પોતાની આત્મકથા ‘સ્લેવ ગર્લ’માં ભયાનક અને દર્દનાક અનુભવોને વર્ણવ્યા છે. તેણે પોતાની આપવીતી જણાવતાં કહ્યું છે કે, હું નોકરીની જાહેરાત જોઈ એમ્સટર્ડમ પહોંચી હતી. આ જાહેરાત એક બ્રિટિશ ગુનેગાર જોન રીસીએ છપાવી હતી અને છેતરપિંડીથી તેને એમ્સટર્ડમ બોલાવી. સારાએ વધુમાં કહ્યું  હતું કે, ‘ હું પ્લેનમાંથી ઉતરી અને અરાઈવલ હૉલ પહોંચી, મને કંઈક સારુ નહોંતું લાગતું. મારા મનમાંથી અવાજ આવી રહ્યો હતો, આવું ન કર.’ એરપોર્ટ પર જોન મળ્યો અને પછી બંદૂકની અણીએ  તેણે મારું અપહરણ કરી લીધું અને શહેરના રેડ લાઈટ વિસ્તારમાં 20-20 લોકો સાથે સૂવા માટે મજબૂર કરી દીધો.

 સારાએ પોતાનો અનુભવ વર્ણવતા જણાવ્યું કે, તેના માટે તે કોઈ ખરાબ સપનાથી ઓછું ન હતું, જ્યારે તેને થાઈલેન્ડની એક છોકરીની હત્યા જોવી પડી. તેની હત્યા એટલે કરવામાં આવી હતી કે તે પોતાની માલિકણને દેહ વેપારથી રૂપિયા કમાઈને આપ્યા ન હતા. એ છોકરીની હત્યાનો વીડિયો બનાવાયો અને મને જોવા માટે મજબૂર કરવામાં આવી.

પોતાની દર્દભરી કહાની જણાવતા સારાએ કહ્યું કે, તેને એક દિવસમાં 18 લોકો સાથે  સેક્સ માટે મજબૂર કરવામાં આવતી. તે દર્દ ભૂલાવવા માટે કોકેનનું સેવન કરતી હતી. તે 1997માં હ્યુમન ટ્રાફિકરના ચૂંગાલમાંથી ભાગી નીકળી. તેને બેલ્જિયમના સેફ હાઉસ લઈ જવાઈ, પછી વર્ષો બાદ તે પોતાની માને મળી. તેણે અપહરણકારો સામે પુરાવા આપ્યા અને પાંચ લોકોને હોલેન્ડની કોર્ટે દોષી જાહેર કર્યા હતા.