સાણંદ, ૩૧મી ઓક્ટોબર.
સાણંદમાં આવેલ ફોર્ડ કંપનીના ૯૦૦ કર્મચારીઓ પોતાની માંગણીઓ નહિ સ્વીકારતાં આજે હડતાળ પર ભારે હોબાળો મચી ગયો છે. કર્મચારીઓ પોતાની માંગણીઓ નહિ સંતોષતા કંપનીને અલ્ટીમેટમ આપીને છેલ્લા ૨૫ દિવસથીકર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ શરૂ કર્યો હતો. જ્યાં કંપનીએ કોઈ જ માંગ નહિ સ્વીકારતા કર્મચારીઓ આજે હડતાલ પર ઉતરી ગયા હતા.
છેલ્લા ૨૫ દિવસથી આંદોલન કરી રહેલા સાણંદની ફોર્ડ કંપનીના કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો કે, અમનેહલકી ગુણવત્તાની આપવામાં આવે છે.દિવાળીના બોનસ બાબતે કોઈ નિર્ણય લેવાતો નથી. કંપનીમાંથી 5 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે.કંપની દ્વારા કર્મચારીઓ વિરુદ્ધ ખોટા નિર્ણયો પરત નહિ ખેંચાય અને અન્ય માંગ નહિ પૂરી કરાયત્યાં સુધી અમારી લડત ચાલુ રહશે.