દારુ પીતા પકડાયેલા ૯ નબીરાઓએ પોલીસ સ્ટેશનમાં સેલ્ફી લીધી, કેપ્શન લખ્યું “વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિથ ગેન્ગ.”

Spread the love

અમદાવાદ, મિ.રિપોર્ટર, ૧૬મી જાન્યુઆરી. 

અમદાવાદના વસ્ત્રાપુર જેવા પોશ વિસ્તારમાં ટેરેસ પર દારૂની પાર્ટી ચાલી રહી હોવાની બાતમી મળ્યા બાદ રેડ પાડીને નબીરાઓની ધરપકડ કરીને પોલીસ સ્ટેશનમાં લાવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે મોડીરાતે બનેલા ઘટનામાં ફરિયાદ નોધ્યા બાદ પોલીસ અધિકારીઓ મોડી રાત્રે કેસની અપડેટ્સ મોકલીને સૂતા ત્યારે પકડાયેલા એક નબીરાએ  શંકાસ્પદ પોલીસની ટોપી પહેરીને મિત્રો સાથે સેલ્ફી પાડીને  તે ફોટો સોશિયલ મીડિયા મુક્યા હતા. થોડી જ વાર માં તે ફોટા  વાયરલ થઈ જતા પોલીસને ખબર પાડી હતી. 

આશ્ચર્યની વાત એ છે કે, દારુબંધીના કેસમાં પકડાયેલા ગુરુકુલ વિસ્તારના 17 જેટલા યુવાનોમાં 7 છોકરીઓ છે.  પોલીસે દારુ પીધેલા પાંચ લોકોને અલગ જગ્યાએ બેસાડયા હતા. જયારે  નવ શંકાસ્પદોને વેઈટિંગ રૂમમાં બેસાડયા હતા. આવા સમયે  નવ જણે પોલીસની ટોપી શોધી, પહેરી અને મિત્રો સાથે સેલ્ફી પડાવી. એટલું જ નહિ પણ ફોટા સોશિયલ મીડિયા પર ફોટા અપલોડ કર્યા બાદ કેપ્શન લખ્યું “વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિથ ગેન્ગ.”