ધો.11માં 6 લાખ વિદ્યાર્થીઓ સામે 9.50 લાખને માસ પ્રમોશન, 1લી જૂનથી નવા વર્ગો માટે અરજી કરી શકાશે

www.mrreporter.in
Spread the love

એજયુકેશન -અમદાવાદ, મી.રિપોર્ટર, 25મી મે.

રાજ્યમાં કોરોના નો કહેર સંપૂર્ણ પત્યો નથી. કોરોના મહામારીના લીધે રાજ્ય સરકારે  ધોરણ. 1થી 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે. હવે 7મી જૂન થી નવા શૈક્ષણિક સત્ર નો પ્રારંભ થશે. જોકે માસ પ્રમોશન ને લીધે વિદ્યાર્થીઓની સંખ્યા સામે વર્ગો અને શિક્ષકોની સંખ્યાની ઘટ પડતા હવે શિક્ષણ વિભાગે શૈક્ષણિક સત્ર શરૂ થતા પહેલા વર્ગો વધારવા અંગેની કવાયત હાથ ધરી દીધી છે. શાળા કમિશનર કચેરી દ્વારા રાજ્યની તમામ ગ્રાન્ટેડ સ્કૂલોના ધોરણ.9, 10, 11 અને 12ના હયાત વર્ગોની સંખ્યા મંગાવાઈ છે. ત્યારે બીજી તરફ નવા વર્ગ વધારા માટે 1લી જૂન થી 31 જુલાઈ સુધીમાં ઓનલાઈન અરજી કરવા અંગે શિક્ષણ બોર્ડ દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

હાલમાં રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ માસ પ્રમોશનથી ધો.10ના એકસાથે પાસ થયેલા 9.5 લાખ વિદ્યાથીને  ઉપલા વર્ગમાં પ્રવેશ કેમનો આપવો એને લઈને ને થોડી મુંઝવણ અનુભવી રહી છે. બીજી તરફ શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ કઈ રીતે આપવો, વર્ગો ની સંખ્યા અને શિક્ષકોની ભરતી ને લઈને સરકાર ને રજૂઆત કરી છે. આ મુંઝવણ ને દૂર કરવા માટે સરકાર દ્વારા નવા વર્ગો વધારવા માટે અત્યારથી કામગીરી આરંભી દેવામાં આવી છે. 

શિક્ષણ વિભાગના સૂત્રો મુજબ,  ધો.10માં માસ પ્રમોશન આપવાથી ધોરણ.11માં પ્રવેશ લેનારા નવા વધુ વિદ્યાર્થીઓને સમાવવા માટે 2 હજાર જેટલા વર્ગો અને 3000થી વધુ શિક્ષકોની જરૂરિયાત ઉભી થશે.હાલ ગુજરાતમાં ધોરણ 11ના 6 લાખ વિદ્યાર્થીઓ માટે જ વ્યવસ્થા છે ત્યારે 9.50 લાખમાંથી 50 હાજર વિદ્યાર્થી ડિપ્લોમાં કે અન્ય ક્ષેત્ર પસંદ કરે તો પણ 9 લાખ વિદ્યાર્થીને ક્યાં પ્રવેશ આપવો એ મોટી સમસ્યા છે. વિદ્યાથીઓને સમાવવા માટે મોટી માત્રમાં વર્ગો કેવી રીતે વધારશે અને શિક્ષકોને નિમણૂંક આપવીએ મોટો પડકાર છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.