“Baba Ka Dhaba” ના માલિક 80 વર્ષીય કાંતા પ્રસાદનો આપઘાતનો પ્રયાસ, હાલત ગંભીર

www.mrreporter.in
Spread the love

નવી દિલ્હી- મિ .રિપોર્ટર , 18મી જૂન .

ફૂડ બ્લોગર ગૌરવ વાસનની એક સ્ટોરી ના લીધે સોશિયલ મીડિયામાં રાતોરાત જાણીતા બનેલા અને  ત્યારબાદ  ફૂડ બ્લોગર ગૌરવ વાસન પર  પૈસા ચાઉં કરી લેવાનો આક્ષેપ કરનારા  ‘બાબા કા ઢાબા’ના માલિક કાંતા પ્રસાદે આત્મહત્યાકરતા તેમને દિલ્હી ની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું બહાર આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જણાવાયું છે. તાજેતરમાં તેમણે યુટ્યુબરની માફી માંગી હતી.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, કાંતા પ્રસાદ દક્ષિણી દિલ્હીના માલવીયા નગર વિસ્તારમાં પોતાના ઢાબુ  ચલાવતા હતા.  ગુરુવારે રાત્રે પીસીઆરનો ફોન આવ્યો કે કોઈએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેઓએ 80 વર્ષિય કાંતા પ્રસાદ જોયા. કાંતા પ્રસાદ ની પત્ની બદામી દેવીએ પોલીસને જણાવ્યું હતું કે તેના પતિ છેલ્લા કેટલાક દિવસોથી તણાવમાં હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ફૂડ બ્લોગર ગૌરવ વાસનની એક સ્ટોરી બાદ કાંતા પ્રસાદ સોશિયલ મીડિયા નો એક વિડીયો વાઇરલ થયો હતો. તે બાદ તેઓ જાણીતા બન્યા હતા.  ઘણા લોકોએ તેમની મદદ માટે મદદનો હાથ લંબાવ્યો હતો, ત્યારબાદ તેમની આર્થિક સ્થિતિ વધુ સારી થઈ ગઈ હતી. ક્રાઉડ ફંડિંગમાંથી મળેલા પૈસાથી કાંતા પ્રસાદે નવી રેસ્ટોરન્ટ ખોલી હતી. આમાં તેમણે બે રસોઇયા અને એક હેલ્પર રાખ્યો છે. લોકડાઉનમાં રેસ્ટોરાંને ઘણું નુકસાન થતાં તેમણે બંધ કરી દીધી હતી.

કાંતા પ્રસાદના પુત્રે આ ઘટના બાદ જણાવ્યું હતી કે,  રેસ્ટોરાંમા ખર્ચ પ્રમાણે કમાણી ખૂબ ઓછી થઈ રહી છે. રેસ્ટોરાંનો માસિક ખર્ચ 2 લાખ રૂપિયા હતો, તો કમાણી માત્ર 15 હજાર રૂપિયા હતી.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.