દિલ્હીના IGI એરપોર્ટ પર થી મલેશિયા ભાગવાની કોશિશ કરનારા તબલીગી જમાતના 8 સભ્યો પકડાયા…વાંચો

tablighi-jamaat
Spread the love

ટુરિસ્ટ વિઝા પર આવેલા વિદેશી જમાતીઓના વિઝા પહેલાથી જ રદ્દ કરી દેવામાં આવ્યા : કાનૂની કાર્યવાહી થશે 

નવી દિલ્હી – મિ.રિપોર્ટર, ૫મી એપ્રિલ. 
 
દિલ્હીના નિઝામુદ્દીન જમાત – તબલીગી જમાતના મરકઝમાં ભાગ લેવા મલેશિયાથી ભાગ લેવા આવેલા અને તબલીગી જમાત નો કોરોના વાઈરસ ફેલાવવાના વિવાદમાં નામ આવ્યા બાદ રવિવારે દેશ છોડીને મલેશિયા ભાગવાની કોશિશ કરનારા 8 જમાતીઓ ને દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી પકડી લેવામાં આવ્યા છે. 8 એ જમાતીઓને  દિલ્હી પોલીસને સોંપવામાં આવ્યા છે. આ ઘટના બાદ  ટુરિસ્ટ વિઝા પર આવેલા વિદેશી જમાતીઓના વિઝા પહેલાથી જ રદ્દ કરી દેવામાં આવ્યા છે . આ તમામની સામે  કાનૂની કાર્યવાહી હાથ ધરાશે. 
 

કોરોના મામલામાં 30 ટકા જમાતી

દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત તબલીગી જમાતના કાર્યક્રમમાં હજારો લોકો સામેલ થયા હતા. જેમાં ભારત ઉપરાંત 16 અન્ય દેશોના નાગરિકો પણ સામેલ હતા. જેમાંથી મોટી સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. ભારતમાં અત્યાર સુધી એક હજારથી વધારે જમાતી કોરોના સંક્રમિત મળ્યા છે. દેશમાં આવેલા કુલ મામલામાં તેમનો હિસ્સો 30 ટકા જેટલો છે.

 તબલીગી જમાતની  કામગીરી ?

તબલીગી જમાત સાથે જોડાયેલા ઉલેમાઓનો દાવો છે કે કોઈ સંગઠન કે અલગ  વર્ગ નથી. તેમનું કામ માત્ર એટલું છે કે દરેક શહેર અને ગામે ફરીને લોકોને ઈસ્લામ પર સાચા માર્ગે ચાલવાની જાણકારી આપવી. સારા અને ખોટાના ફરકને સમજવાનો છે. વેપાર કે નોકરીમાંથી કરવામાં આવેલી કમાણીનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તે જાણકારી પણ જમાત આપે છે. જમાત જે શહેર કે ગામમાં પણ જાય છે ત્યાં તેઓ હંમેશા મસ્જિદોમાં જ રોકાય છે.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.