વડોદરામાં બે ફ્લેટમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ, 4 યુવતી અને 3 ગ્રાહક સહિત 8 આરોપીની ધરપકડ…વાંચો..

નેપાળ અને રાજસ્થાનથી 4 યુવતીઓને લાવવામાં આવી હતી : 9 પેકેટ કોન્ડોમ સહિત 5.70 લાખનો મુદ્દામાલ જપ્ત

ક્રાઈમ-વડોદરા, ૧૬મી માર્ચ. 

શહેરના મુજમહુડા સિલ્વર આર્કેડ કોમ્પ્લેક્ષમાં બે ફ્લેટમાં ચાલતા કુટણખાનાનો પોલીસે દરોડો પાડી પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડા દરમિયાન 4 યુવતીઓ અને 3 ગ્રાહકો સહિત 8 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. કુટણખાના સંચાલકો ગ્રાહકો પાસેથી રૂપિયા 3 હજાર વસૂલ કરતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

પકડાયેલા કુટણખાના અંગે જે.પી. પોલીસ સ્ટેશનના પી.આઇ. ડી.કે. વાઘેલાએ જણાવ્યું હતું કે, મુજમહુડા સિલ્વર આર્કેડ કોમ્પ્લેક્ષના બી ટાવરના ત્રીજા માળે ફ્લેટ નંબર-303,304માં વિપુલગીરી ચતુરગીરી ગોસ્વામી દેહવ્યાપારનો ધંધો કરતો કરતો હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે રવિવારે મોડી રાત્રે દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન શરીર સુખ માણવા માટે આવેલા ભાવેશ ગોવિંદભાઇ રાઠોડ(રહે.સરદાર સોસાયટી, વડસર), મેહુલ વિઠ્ઠલભાઇ રાઠોડ (રહે. વસંતવિહાર સોસાયટી, વડસર, વડોદરા) અને વિશાલ વિષ્ણુભાઇ દવે (રહે. મારૂતિ હા.સો., વડસર, વડોદરા)ની ધરપકડ કરવામાં આવી છે.

તેમણે  જણાવ્યું હતું કે, દરોડા દરમિયાન સુત્રધાર વિપુલગીરી ગોસ્વામી મળી આવ્યો નથી. પરંતુ તેનો સાગરીત મહંમદરઝાઉલ ઉર્ફ બબલુ અબ્દુલકરીમ શેખ (રહે. પશ્ચિમ બંગાળ)ની ધરપકડ કરવામાં આવી છે. મહંમદરઝાઉલ ઉર્ફ બબલુ શેખે પૂછપરછમાં જણાવ્યું છે કે, નેપાળ અને રાજસ્થાનથી 4 યુવતીઓને લાવવામાં આવી હતી. અને તેઓને ફ્લેટમાં જ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગ્રાહકો પાસેથી રૂપિયા 3 હજાર રૂપિયા વસૂલ કરીને તેઓને યુવતીઓ સોંપવામાં આવતી હતી. દરોડા દરમિયાન યુવતીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેનીય છે કે, કુટણખાના  પર કરવામાં આવેલા દરોડામાં પોલીસે  9 મોબાઇલ ફોન, 9 પેકેટ કોન્ડોમ, રોકડા રૂપિયા 15,000 તેમજ કાર મળી કુલ 5,70,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. 

(નોંધઃ આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)

Leave a Reply