UA-117440594-1
Spread the love

વડોદરા, મિ.રિપોર્ટર,  ૭મી જાન્યુઆરી.

વડોદરાના નવલખી મેદાન ખાતે   વડોદરા મહાનગરપાલિકા અને ગુજરાત ટુરિઝમના સંયુક્ત ઉપક્રમે  ૭મા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરાઈ હતી, જેમાં દેશ-વિદેશમાંથી ૭૬ પતંગબાજોએ અવનવાં આકારવાળી પતંગો ઉડાડીને લોકોને ભરપુર મનોરંજન પૂરું પાડ્યું હતું. 

૭મા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને આજે સવારે 10 વાગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે  ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં આર્જેન્ટિનાના 4, ઓસ્ટ્રેલિયાના 6, બેલારૂસના 4, બેલ્જિયમના 3, બ્રાઝિલના 3, બલ્ગેરિયાના 3, કમ્બોડિયાના 4, કેનેડાના 2, ચીલીનો 1,ચીનના 4, કોલંબિયાના 4, ક્રોએશિયાના 3, ક્યુરાકાઓના 1, ઈસ્ટોનિયાના 2 ને ફિનલેન્ડના 2 પતંગબાજોએ ભાગ લીધો છે. આ ઉપરાંત ભારતના વિવિધ રાજ્યોના પતંગબાજો જેવા કે આંધ્રપ્રદેશના 4, બિહારના 3, કર્ણાટકના 4, મહારાષ્ટ્રના 8,દિલ્હીના 1, પશ્ચિમ બંગાળના 4, કેરલના 2 અને રાજસ્થાનના 4 ઉપરાંત વડોદરાના સ્થાનિક પતંગબાજોપણ ભાગ લીધો છે.

દુનિયામાં  ગુજરાત જેવી મજા મને ક્યાંય આવતી નથી તેવી ખુશી વ્યકત કરતા  ઓસ્ટ્રેલિયાના મેલબર્નથી આવેલા ટ્રેન્ટ બેકરે જણાવતાં કહ્યું હતું કે,  હું બીજી વખત વડોદરામાં પતંગ મહોત્સવમાં આવ્યો છું. વિશ્વભરમાં હું પતંગ મહોત્સવમાં ભાગ લેવા જઇ ચૂક્યો છું. પરંતુ ગુજરાત જેવી મજા મને ક્યાંય આવતી નથી. આઇ લવ ગુજરાત. ભાવી પેઢી પતંગબાજી શિખે તે માટે હું સ્કૂલ્સમાં જઇને વિદ્યાર્થીઓને પતંગ બનાવતા અને ઉડાવતા શિખવુ છું.

You missed

error: Content is protected !!