75 વર્ષના વરરાજા, 70 વર્ષની કન્યા, 60 વર્ષનાં રિલેશનશીપ બાદ લગ્ન થયું

મિ.રિપોર્ટર, 15મી જૂન

દાદા-દાદીના લગ્નમાં પૌત્ર- પૌત્રીઓ પણ નાચ્યા, આર્થિક સ્થિતી સારી ન હોવાથી જે તે સમયે લગ્ન નહોતા કર્યા.

ઉત્તર ગુજરાતના સાબરકાઠા જિલ્લાના માલવાસ ગામે અનોખું લગ્ન થયું હતું. આ લગ્નંમાં એક 75 વર્ષના વરરાજા ગમના ભાઈએ 70 વર્ષની કન્યા વણઝારી દેવી સાથે ફેરા લીધા હતા. વર કન્યા બંને 60 વર્ષથી લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા અને ત્યારબાદ લગ્ન કર્યુ હતું.

સાબરકાઠાના આદિવાસી પૌશીના તાલુકામાં 60 વર્ષના લીવ ઇન રિલેશનશીપ બાદ એક દાદા દાદીએ લગ્ન કર્યુ હતું જેમાં તેમના પૌત્રો પણ નાચ્યા હતા.

આ જોડાને લિવ ઇન રિલેશનશીપ થકી 9 સંતાનો થયા છે. તેમના તમામ પુત્રોએ પણ લગ્નમાં હાજરી આપી હતી. ગમના ભાઈ અને વણઝારી બહેનને 6 દીકરા અને 3 દિકરી છે.

હાલના સમયમાં લિવ ઇન રિલેશનશીપ નવી બાબત છે પરંતુ આદિવાસી પરંરાપરમાં આ સદાકાળથી ચાલી આવતી પ્રથા છે.

આદિવાસ પરિવારમાં ઘરે પૌત્રની વધામણા પ્રથા અંતર્ગત માતાપિતાનું લગ્ન થયું હોવું અનિવાર્ય છે તેથી ઘરના તમામ સંતાનોએ સાથે મળી અને માતાપિતાના લગ્ન કરાવવાનું નક્કી કર્યુ હતું.

Leave a Reply