70 વર્ષની વૃધ્ધા ઘરમાં કુટણખાનું ચલાવતી ઝડપાઈ : ત્રણ યુવતી પણ પકડાઈ

Spread the love

પોલીસે રૂપિયા 55,000ની કિંમતના 10 મોબાઇલ, રૂપિયા 7,500 રોકડ, કોન્ડોમ કબજે કર્યા

વડોદરા- ક્રાઈમ, 10 મી જુલાઈ

શહેરના આજવા રોડ ઉપર આવેલી નવજીવન સોસાયટી નંબર-2માં ચાલતુ કુટણખાનું પોલીસે મોડી રાત્રે ઝડપી પાડ્યું હતુ. આ કુટણખાનું 70 વર્ષની વૃધ્ધા યુવતીઓ બોલાવીને પોતાના ઘરમાં ચલાવતી હતી. પોલીસે કુટણખાનું ચલાવતી વૃધ્ધા, 3 યુવતીઓ અને શરીરસુખ માણવા આવેલા 25 થી 30 વર્ષના 6 યુવાનોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

બાપોદ પોલીસને આજવા રોડ ઉપર આવેલી 13, નવજીવન સોસાયટી નંબર-2માં રહેતા 70 વર્ષિય ઉષાબહેન પ્રદિપકુમાર જોષી બહારથી યુવતીઓ બોલાવી પોતાના ઘરમાં કુટણખાનું ચલાવતા હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડા દરમિયાન કુટણખાનું ચલાવતી વૃધ્ધા ઉષાબહેન જોષી તેમજ દેહવ્યાપાર માટે બોલાવેલી 3 યુવતીઓને ઝડપી પાડી હતી.

આ ઉપરાંત પોલીસે શરીરસુખ માણવા માટે આવેલા ફૈઝલ અનવરઅલી અંસારી (રહે. 10-5, ધનાની પાર્ક, આજવા રોડ, વડોદરા), શૈલેષ શંકરભાઇ માછી ((રહે. સુભાષ ચોક, કિશનવાડી વડોદરા), સુરજ કિશનભાઇ કહાર (રહે. 72, ઝંડા ચોક, કિશનવાડી, વડોદરા), રાજેન્દ્ર ભગવાનદાસ શર્મા (રહે. લાંબી આંટી ચોક્સી બજાર, ખંભાત), ચિરાગમહંમદ મસરવખાં રાઠોડ (રહે. જૈનમપાર્ક, આજવારોડ, વડોદરા) અને તૌસિફ મહંમદ હનીફ સલાટ (રહે. 5-25, ધનાની પાર્ક, આજવા રોડ, વડોદરા)ની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 10 મોબાઇલ ફોન, રૂપિયા 7,500 રોકડ અને કોન્ડોમ મળી કુલ્લે રૂપિયા 63,0,50નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે કુટણખાનું ચલાવતી વૃધ્ધા ઉષાબહેન જોષી, 3 યુવતીઓ તેમજ શરીરસુખ માણવા આવેલા 6 યુવાનો સામે બાપોદ પોલીસ મથકમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.