સુમનદીપ વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા મેડિકલના 7 વિદ્યાર્થી અને 5 વિદ્યાર્થિનીઓ દારૂની મહેફિલ માણતા પકડાયા

www.mrreporter.in
Spread the love

વડોદરા- મી.રિપોર્ટર, ૨૩મી જૂન. 

વાઘોડિયા પાસે આમોદર ગામની શ્યામલ કાઉન્ટી સોસાયટીના મકાનમાં  દારૂની મહેફિલ માણતા  સુમનદીપ વિદ્યાપીઠના 2 તબીબ અને 10 વિદ્યાર્થી ઝડપાયા હતા. મહેફિલમાં પાંચ યુવતી પણ હતી.

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના આમોદર ગામ પાસે આવેલી શ્યામલ કાઉન્ટી સોસાયટીના મકાન નં-112માં રહેતા ભાડેથી રહેતા ડો. કિર્તન જગદીશભાઇ પટેલ અને જૈનમ વિપુલભાઇ મહેતાએ દારૂની મહેફિલનું આયોજન કર્યું હતું. દારૂની ચાલતી મહેફિલની જાણ કોઇ અજાણ્યા વ્યક્તિએ પોલીસ કંટ્રોલમાં કરી હતી. જેને આધારે વાઘોડિયા પોલીસે દરોડો પાડી દારૂની મહેફિલ માણી રહેલા તબીબી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને નશામાં ચૂર હાલતમાં ઝડપી પાડ્યા હતા.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/KpMumL04Vcb2n9GiOZhgDR

પોલીસ તપાસમાં તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પીધેલા હોવાનું જણાઇ આવ્યું

વાઘોડિયા પોલીસ સ્ટેશનના PSI એ.જે.પરમારે જણાવ્યું હતું કે, દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ સુમનદીપ વિદ્યાપીઠ, પીપળીયા, તા. વાઘોડિયા ખાતે અભ્યાસ કરી રહ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે અને પોલીસ તપાસમાં તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પીધેલા હોવાનું જણાઇ આવ્યું હતું.

દારૂની મહેફિલમાં પકડાયેલા સુમનદીપ વિદ્યાપીઠના 12 વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓના નામ

(1) ડો. કિર્તન જગદીશભાઇ પટેલ (રહે. 112, શ્યામલ કાઉન્ટી સોસાયટી, આમોદર, મૂળ રહે. એ, 27, ન્યુ નિકીતા પાર્ક સોસાયટી, ઘાટલોડીયા, અમદાવાદ)
(2) જૈનમ વિપુલભાઇ મહેતા (રહે. 112, શ્યામલ કાઉન્ટી સોસાયટી, મૂળ રહે. એફ.04, રાજધાની એપાર્ટમેન્ટ, મેમનનગર, અમદાવાદ)
(3) કોશી જોસેફ (રહે. રૂમ નંબર-92, બોયઝ હોસ્ટેલ, સુમનદીપ વિદ્યાપીઠ, પીપળીયા, વાઘોડિયા)
(4), અંશુલ રાજેશભાઇ ગુપ્તા (રહે. રૂમ નં. 411, બોયઝ હોસ્ટેલ, સુમનદીપ વિદ્યાપીઠ, વાઘોડિયા, મૂળ દિલ્હી)
(5), રૂચીત પરાગભાઇ શાહ (રહે. એ-501, અનંતા આસ્થા સોસાયટી, આમોદર, વાઘોડિયા, મૂળ-મકાન નં.43, મણીરત્ન વિભાગ-1, અમદાવાદ)
(6) ગણેશ શિવઅન્ના (રહે. 163, બોયઝ હોસ્ટેલ, સુમનદીપ વિદ્યાપીઠ, વાઘોડિયા, મૂળ-તામીલનાડુ)
(7), અંકુલ મુકેશભાઇ ચંદ્રા-અભ્યાસ ( રહે. 115, પવલેપુર, વાઘોડિયા મુળ-ઉત્તરપ્રદેશ)
(8) હર્ષિતા અભયભાઇ કોઠારી અભયભાઇ કોઠારી-અભ્યાસ (રહે. વામા હોસ્ટેલ, સુમનદીપ વિદ્યાપીઠ મુળ રહે. મધ્યપ્રદેશ)
(9) ચેતના મોહનભાઇ દુહાન (રહે. વામા હોસ્ટેલ, સુમનદીપ વિદ્યાપીઠ, મુળ રહે. ન્યુ દિલ્હી)
(10) પલ્લવી સરોજભાઇ કુમાર (રહે. વામા હોસ્ટેલ, સુમનદીપ વિદ્યાપીઠ, મુળ રહે. ન્યુ દિલ્હી)
(11) સરણીતા એડવર્ડ જોન્સન (રહે. વામા હોસ્ટેલ, સુમનદીપ હોસ્પિટલ, મુળ રહે. તામિલનાડુ)
(12) સોવીયા સુખરાજ ગીલ (રહે. વામા હોસ્ટેલ, સુમનદીપ વિદ્યાપીઠ, મુળ રહે. અમૃતસર-પંજાબ)

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.