ભારત સામે ટક્કર લેવાનો દાવો કરતું પાકિસ્તાનમાં 69% લોકોને ખબર નથી કે ઈન્ટરનેટ શું છે ?

Spread the love

મિ.રિપોર્ટર, ૧૩મી નવેમ્બર

દેશ-દુનિયા હવે સોશિયલ મીડિયા પર આવી ગઈ છે. દરેક નાની બાબતોને યુવાનો સોશિયલ મીડિયા પર મુકતા થઇ ગયા છે. આ બધું શક્ય બન્યું છે, ઇન્ટરનેટના લીધે. જોકે દુનિયાના એવા દેશો છે, ત્યાં હજુ ઇન્ટરનેટ વિષે કોઈ જ ખબર નથી ? તાજેતરમાં જ   શ્રીલંકાના થિંક ટેંક લાઈર્ની એશિયા દ્વારા કરવામાં આવેલ સર્વેનો રિપોર્ટ સોમવારના રોજ ‘ડૉન ન્યૂઝ’માં છાપવામાં આવ્યો છે.

આ સર્વે મુજબ પાકિસ્તાનમાં ૧૫થી લઈને ૬૫ વર્ષની ઉંમરના ૬૯ ટકા લોકોને ઈન્ટરનેટ શું છે તે વિશે કોઈ પણ જાણકારી નથી. આ રિપોર્ટ અનુસાર પાકિસ્તાનના 15 થી 65 વર્ષની વચ્ચેની ઉંમર ધરાવતા પાકિસ્તાનીઓને ઈન્ટરનેટ શું છે, એ અંગેની કશુંય જાણકારી નથી. લાઈર્ની એશિયાનો દાવો છે કે એણે પોતાના સેમ્લિંગ મેથડોલોજીમાં ટાર્ગેટ પોપ્યુલેશનના 98 ટકાને આવરી લેવાયું છે. ઓક્ટોબર-2018માં કરાયેલાં આ સર્વેમાં 15 થી 65 વર્ષના પાકિસ્તાનના 2000 લોકોને ઈન્ટરનેટ અંગે સવાલ પૂછાયો હતો.

‘LirneAsia’ના સીઈઓ હેલાની ગલપયાએ જણાવ્યું છે કે,  પાકિસ્તાન ટેલીકમ્યૂનિકેશન ઓથોરિટીની વેબસાઈટ પર કુલ 125 મિલિયન એક્ટિવ સેલ્યૂર યૂઝર્સ છે.  રજિસ્ટ્રેશન સિસ્ટમ હોવા છતાં સબ્સક્રાઈબર અંગે કોઈ પુરતી જાણકારી જ નથી. યુઝર્સ મહિલા છે કે પુરુષ, અમીર છે કે ગરીબ એનો કોઈ જ ઉલ્લેખ જ નથી. એશિયન દેશોમાં ઈન્ટરનેટને લઈને જાગૃતિ ન હોવા સ્પષ્ટ  ઈશારો કર્યોછે, જે એક મોટી સમસ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, 53 ટકા લોકો પાસે ફોનમાં ઈન્ટરનેટ નથી.