શહેરમાં 64મી નેશનલ સ્કૂલ ગેમ્સ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો 2જી થી પ્રારંભ :આંદામાન-નિકોબારના ખેલાડીઓ ભાગ લેશે

Spread the love

મિ.રિપોર્ટર, ૧લી જાન્યુઆરી, ધીરજ ઠાકોર

શહેરમાં પહેલી જ વખત  11 સ્પોટ્સ 64મી નેશનલ સ્કૂલ ગેમ્સ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમ-2018નો પ્રારંભ થઇ રહ્યો છે. આ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત આંદામાન-નિકોબારના ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. શહેરના સમા ઇન્ડોર સ્પોટ્સ કોમ્પ્લેક્ષ ખાતે દેશના 34 રાજ્યોના 927 ટેનિસ ખેલાડીઓ વચ્ચે જંગ શરૂ થશે.

સ્પોટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને વડોદરા મહાનગર સેવા સદનના  સંયુક્ત ઉપક્રમે  શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે   2જી થી 6 ઠ્ઠી જાન્યુઆરી-19 દરમિયાન ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન હાથ ધાર્યું છે.  6 ઠ્ઠી જાન્યુઆરી સુધી ચાલનારા  ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ લાઇટ્સ વચ્ચે 18 ઇન્ટરનેશનલ ટેબલો ઉપર ટુર્નામેન્ટ રમાડવામાં આવશે. આ ચેમ્પિયનશીપમાં 12 ઇવેન્ટ્સ રમાડાશે.  ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં 6 ટીમ ચેમ્પિયનશીપ, 6 સિંગલ્સ અને ગલ્સ અંડર-14, 17 અને 19 કેટેગરીની ઇવેન્ટ રમાડવામાં આવશે. જેમાં  450 યુવતીઓ અને 477 યુવાનો ટુર્નામેન્ટમાં ભાગ લઇ રહ્યા છે. ખેલાડીઓ માટે રહેવા-જમવાની તેમજ ટ્રાન્સપોર્ટેશનની વી.આઇ.પી. સુવિધા કરાઈ છે.

આ ઇવેન્ટ અંગે 11 સ્પોટ્સના ડાયરેક્ટર અને ટેનિસમાં અર્જુન એવોર્ડ વિજેતા કમલેશ મહેતાએ જણાવ્યું હતું કે, મુખ્ય ધ્યેય ઓલોમ્પિકમા મેડલ લાવવાનો છે. તે માટે અમે તમામ પ્રકારના પ્રયાસ કરી રહ્યા છે. આઇ.પી.એલ.ની જેમ ટેબલ ટેનિસ લીગ ચલાવીએ છે. સમગ્ર દેશમાં ઇન્ટર સ્કૂલ ટી.ટી. ચેમ્પિયનશીપ, નેશનલ રેન્કીંગ ચેમ્પીયનશીપનું આયોજન કરવામાં આવે છે. પ્રાયોગીક ધોરણે મુંબઇની મ્યુનિસીપલ સ્કૂલના સ્ટુડન્ટોને ટી.ટી.ની તાલીમ આપવામાં આવી રહી છે.

બરોડા ટેબલ ટેનિસ એસોસિએશનના પ્રમુખ જયાબહેન ઠક્કર અને સેક્રેટરી કલ્પેશ ઠક્કરે ટુર્નામેન્ટ અંગે જણાવ્યું હતું કે, વડોદરામાં પ્રથમ વખથ રાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટનું આયોજન થઇ રહ્યું છે. જે વડોદરા માટે ગૌરવની વાત છે. જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી ટીમ રમવા માટે આવવાની છે. આ ઇવેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ પણ હજાર  રહેશે.