વડોદરાની સ્વાતિ સોસાયટીના સોની પરિવારના 6 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી, 3ના મોત, ત્રણ ને હોસ્પિટલમાં દાખલ કરાયા

www.mrreporter.in
Spread the love

ક્રાઇમ -વડોદરા, મી.રિપોર્ટર, 3જી  માર્ચ 

વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીમાં એક સોની પરિવારે આર્થિક સંકડામણ હેઠળ આવીને ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે. જ્યારે પરિવાર ના જ ત્રણ ને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવારાર્થે ખસેડવામાં આવ્યા છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

સમા વિસ્તારની સ્વાતિ સોસાસટીના સી-13 નંબરના મકાનમાં રહેતા સોની પરિવારના નરેન્દ્ર સોની, ભાવિન સોની, દીપ્તિ સોની, રિયા સોની, ઉર્વશી સોની સહિતના 6 લોકોએ જંતુનાશક દવા પી લીધી હતી. જેમાં એક બાળકી તેના પિતા મળીને  ત્રણ સભ્યોના મોત થતાં  જ ભારે વિસ્તારના રહીશોમાં ભારે હોબાળો મચી ગયો છે.  સમગ્ર ઘટના ને પગલે પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી જઈને તપાસ હાથ ધરી છે. 

પોલીસે પ્રાથમિક પ્રાથમિક તારણમાં જણાવ્યું હતું કે,  પ્રાથમિક તપાસ માં અમને જાણવા મળ્યું છે કે, પરિવારજનોએ આર્થિક તંગીના કારણે આત્મઘાતી પગલુંભર્યું હોવાનું સામે આવ્યું છે. જોકે આખરી કારણ તો તપાસ  ને અંતે કહી શકાશે. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.