વિદેશ-એજ્યુકેશન-વડોદરા, મી.રિપોર્ટર, 24મી ફેબ્રુઆરી.
રશિયાએ યૂક્રેન પર હવાઈ હુમલો કરવાની જાહેરાત સાથે જ યૂક્રેનની રાજધાની કિવ પર ક્રુઝ અને બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યો હતો. કિવ અને ખાર્કિવ સહિત ચાર શહેરો પર મિસાઈલ હુમલો કરવામાં આવતા સ્થાનિક રહીશાઓની સાથે ગુજરાતમાંથી વિદેશ ભણવા આવેલા વિદ્યાર્થીઓમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
ગુજરાતના વિદ્યાર્થી સહીત દેશના ખૂણે ખૂણે થી આવેલા વિદ્યાર્થીઓ પણ હવે યુદ્ધના પગલે સ્વદેશ પરત ફરવા માટે થનગની રહ્યાં છે. વિદ્યાર્થીઓ જે ફ્લાઈટ મળે તેમાં પરત ફરવા માંગે છે. યુદ્ધ ના પગલે હાઈ એલર્ટ મુકતા વડોદરાના 4 વિદ્યાર્થીઓ સહીત ગુજરાતના 8 વિદ્યાર્થીઓ કીવ એરપોર્ટ પર વિદ્યાર્થીઓ ફસાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતનાં 400થી 500 વિદ્યાર્થીઓ યૂક્રેનમાં ફસાયા હોવાની આશંકા સેવાઇ રહી છે.
મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8
યુક્રેનમાં દેશમાં નેશનલ ઇમરજન્સી લાગુ છે. આખો એરસ્પેસ બંધ છે. કેટલાય વિસ્તારોમાં ધમાકા અને ગોળીબારીના અવાજો પણ સંભળાઈ રહ્યા છે. રશિયાની ચોતરફ પ્રતિબંધો વચ્ચે યુક્રેનના વિદ્રોહી વિસ્તારોએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પાસે સૈન્ય મદદ માગી છે. જે પછી પુતિને યુક્રેનમાં મિલિટરી ઓપરેશનનું એલાન કરી દીધું છે. પુતિને કહ્યું કે પરિસ્થિતિ એવી છે કે હવે યુદ્ધને ટાળી શકાય તેમ નથી.
આ ઘટના સામે આવતા જ યૂક્રેનમાં વડોદરાના 4 સહિત ગુજરાતના 8 વિદ્યાર્થીઓ ફસાયા હોવાનુ સામે આવ્યું છે. ફસાયેલા વડોદરાના વિદ્યાર્થીઓના વાલીઓએ કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તથા સાંસદ રંજનબેન ભટ્ટને વિદ્યાર્થીઓને પરત લાવવા માટે રજૂઆત કરી છે. વાલીઓએ પોતાના સંતાનોને બાળકોને સહી સલામત ભારત પરત લાવવા મદદ માંગતી અપીલ કરી છે. ત્યારે સાંસદે વિદ્યાર્થીઓની યાદી વિદેશ મંત્રાલય અને એમ્બેસીને મોકલી છે.
તો બીજીબાજુ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે કિવ એરપોર્ટ બંધ કરાતા ગુજરાતના વિદ્યાર્થીઓ એરપોર્ટ પર જ અટવાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. આજે સવારે 9.45 વાગ્યાની ફ્લાઈટમાં આ વિદ્યાર્થીઓ પરત આવવાના હતા. પરંતુ ત્યાં એરપોર્ટ બંધ કરાતા વાલીઓએ કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને આ અંગેની રજૂઆત કરી છે.
ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.