વ્હોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસીને લઈ અમદાવાદની 4 સ્કૂલે વ્હોટ્સએપનો ઉપયોગ બંધ કર્યો

www.mrreporter.in
Spread the love

અમદાવાદ- મી.રિપોર્ટર, 13મી જાન્યુઆરી. 

whatsapp ( વ્હોટ્સએપ ) ની નવી પ્રાઇવસી પોલિસીનો વિશ્વભરમાં ભારે વિરોધ થઇ રહ્યો છે. ભારતમાં પણ ઘણા બિઝનેશમેન અને બોલીવુડ ના કલાકારોએ વ્હોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસી બાદ તેને bye -bye  કરી દીધું છે. હવે ગુજરાતમાં પણ તેની શરૂઆત થઇ ગઈ છે. ગુજરાતમાં અમદાવાદની ઉદગમ સ્કૂલ સાથે સંકળાયેલી ચાર સ્કૂલે વ્હોટ્સએપ બંધ કરીને હવેકાયઝાલાનો ઉપયોગ શરૂ કર્યો છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

અમદાવાદની ઉદગમ સ્કૂલ સાથે સંકળાયેલી ચાર સ્કૂલે નવી પ્રાઈવસી પોલિસીને લઈ વ્હોટ્સએપ બંધ કરી છે. ચારેય સ્કૂલના લગભગ 243 વોટ્સએપ ગ્રુપ્સ છે, જેનો આશરે 13,700થી વધુ વાલીઓ ઉપયોગ કરે છે. જોકે વ્હોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસી વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં ન હોવાને કારણે સ્કૂલ મેનેજમેન્ટ એ વ્હોટ્સએપને જ બંધ કરવાનો નિર્ણય  કર્યો છે. 

વ્હોટ્સએપનો વપરાશ બંધ કરવાના નિર્ણય અંગેની માહિતી આપતાં ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનન ચોક્સીએ જણાવ્યું હતું કે, ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રન, સેટેલાઈટ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રન એમ કુલ 4 સ્કૂલે વ્હોટ્સએપની તુલનાએ વધુ ઝડપી અને સુરક્ષિત એવી માઇક્રોસોફ્ટ કાયઝાલા મેસેજિંગ એપનો ઉપયોગ કરવાની શરૂઆત કરી છે. અમારા સ્ટાફ અને વાલીઓની ડેટા પ્રાઈવસી અને સુરક્ષા અત્યંત મહત્ત્વપૂર્ણ છે, તેથી અમે વ્હોટ્સએપને તિલાંજલિ આપી માઇક્રોસોફ્ટ કાયઝાલામાં શિફ્ટ થવાનો નિર્ણય કર્યો છે. કાયઝાલા પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જાહેરાત પર આધાર રાખતી નથી. તે ડેટાની ગોપનીયતા અને સલામતીની જાળવણી કરવા માટે પ્રતિબદ્ધ છે.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.