જામનગર માં 4.3 રિકટર સ્કેલનો ભૂકંપનો આંચકો નોંધાયો, લોકો ઘરની બહાર દોડી આવ્યા દોડયા

www.mrreporter.in
Spread the love

જામનગર- મી.રિપોર્ટર, ૧૯મી ઓગસ્ટ. 

જામનગર શહેરમાં સાંજે  7 અને 13 મિનિટે 4.3 રિકટર સ્કેલ ના ભૂકંપ ના આંચકા અનુભવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ જામનગરથી 14 કિલોમીટર દૂર નોંધવામા આવ્યું છે. સદનસીબે ભૂકંપના આંચકાના કારણે હજી સુધી કોઈ ખાસ નુકસાનીના સમાચાર નથી આવ્યા. જો કે,  આ વખતે લાંબા સમય બાદ 4 રિકટર સ્કેલ કરતા વધુનો આંચકો આવતા શહેરીજનોમાં થોડી વાર માટે ડરનો માહોલ છવાયો હતો અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

જામનગર શહેરમાં સાંજે સવા સાત વાગ્યાના અરસામાં અનુભવાયેલા ભૂકંપના આંચકાની જેમ જ જિલ્લાના કાલાવાડ, ધ્રોલ, જોડિયા અને લાલપુર તાલુકાના લોકોએ પણ આંચકાનો અનુભવ કર્યો હતો. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.