37 વર્ષીય ટીવી એક્ટર કુશલ પંજાબીએ પંખા સાથે લટકીને આત્મહત્યા કરી : સ્ટ્રેસ અને આર્થિક તંગી જવાબદાર

Actor Kushal Punjabi passed away at the age of 37,

મુંબઈ- બોલીવુડ, મિ.રિપોર્ટર, ૨૭મી ડીસેમ્બર. 

જાણીતા ટીવી અને બોલિવૂડ એક્ટર કુશલ પંજાબીનું નિધન થયું છે. 37 વર્ષીય કુશલે મુંબઈ ના પાલી હીલ સ્થિત પોતાના ઘરે ૨૬મીએ રાત્રે આત્મહત્યા કરી હતી. કુશલે આત્મહત્યા કરતા  પહેલાં સુસાઈડ નોટ પણ લખી હતી અને પોલીસને આ નોટ એના ઘરેથી મળી આવી છે. હાલમાં પોલીસે એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ ફાઈલ કર્યો છે. કુશલના નિધનની વાત ટીવી એક્ટર કરનવીર બોહરાએ સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. ઉલ્લેખનીય છે કે કુશલે છેલ્લે 24 ડિસેમ્બરે દીકરા સાથેની એક તસવીર ઈન્સ્ટાગ્રામમાં શૅર કરી હતી.

મુંબઈ પોલીસે શું કહ્યું?

ડીસીપી પરમજીત સિંહ દહિયાએ કુશલ પંજાબીની સુસાઈડ નોટની ડિટેલ્સ શૅર કરી હતી. તેમણે  એક  પોર્ટલ  સાથેની વાતચીતમાં કહ્યું હતું, ‘હા, આ સુસાઈડ કેસ છે. તેના પેરેન્ટ્સ બપોરથી એક્ટરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં હતાં પરંતુ કુશલ ફોન રિસીવ કરતો નહોતો. તેમણે રાત સુધી રાહ જોઈ હતી. જ્યારે કુશલ તરફથી કોઈ રિસ્પોન્સ ના મળ્યો ત્યારે તેઓ રાત્રે 10.30 વાગે કુશલના ઘરે આવ્યાં હતાં પરંતુ ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. અંતે, પેરેન્ટ્સ દરવાજો તોડીને ઘરની અંદર ગયા હતાં. ઘરની અંદર જઈને તેમણે જોયું તો કુશલની લાશ પંખા સાથે લટકતી હતી. બૉડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. સુસાઈડ કેસ દાખલ કરવામાં આવ્યો છે.’ વધુમાં ડીસીપીએ કહ્યું હતું કે કુશલે સુસાઈડ નોટમાં પોતાના મોત માટે કોઈને જવાબદાર ગણાવ્યાં નથી.

 સ્ટ્રેસ અને આર્થિક તંગીને કારણે આત્મહત્યા કરી : ચેતન હંસરાજ

ટીવી એક્ટર ચેતન હંસરાજે કહ્યું હતું, ‘મેં તેની સાથે ક્રિસમસની સાંજે જ વાત કરી હતી. તે થોડો મુશ્કેલીમાં હોય તેમ લાગ્યું હતું પરંતુ તે આવું કંઈ કરશે તે વાતનો સહેજ પણ અંદાજો નહોતો. તે કામને કારણે થોડો સ્ટ્રેસમાં હતો અને તેને નાણાકીય મદદની જરૂર હતી. જોકે, મને લાગે છે કે આ ઈન્ડસ્ટ્રીમાં કામને લઈને મોટાભાગના લોકો સ્ટ્રેસમાં રહે છે. મારા મતે, તેનું લગ્નજીવન હાલમાં મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું હતું. 

હું હંમેશાં તને ડાન્સિંગ ડેડી તરીકે યાદ કરીશ : કરનવીર બોહરા

કરનવીર બોહરાએ મિત્ર કુશલ માટે એક સ્પેશિયલ નોટ લખી હતી. કરનવીરે ભાવુક નોટમાં લખ્યું હતું, તારા જવાની વાતથી એકદમ હેરાન છું. હું હજી પણ આ વાત સ્વીકારી શકતો નથી. મને ખ્યાલ છે કે તું એક સારી જગ્યા પર છે. તે હંમેશા મને જીવન પ્રત્યે પ્રેરિત કર્યો છે. હું હંમેશાં તને ડાન્સિંગ ડેડી તરીકે યાદ કરીશ.

અત્રે ઉલ્લેખનીય છે કે, કુશલે ઈન્ડસ્ટ્રીમાં ડાન્સર તથા મોડલ તરીકે એન્ટ્રી કરી હતી. તેણે ટીવી કરિયરની શરૂઆત વર્ષ 1995માં ‘અ માઉથ ફુલ ઓફ સ્કાય’થી કરી હતી. ત્યારબાદ તે ‘લવ મેરેજ’, ‘કસમ સે’, ‘દેખો મગર પ્યાર સે’, ‘ડોન’ સહિતની સિરિયલ્સમાં જોવા મળ્યો હતો. કુશલ બોલિવૂડ ફિલ્મ્સ ‘લક્ષ્ય’, ‘સલામ-એ-ઈશ્ક’, ‘હમકો ઈશ્ક ને મારા’, ‘કાલ’ તથા ‘ધન ધના ધન ગોલ’માં જોવા મળ્યો હતો.

Leave a Reply