મુંબઈમાં ગુજરાતના ડાયમંડ કિંગે ખરીદેલા 185 કરોડના બંગલામાં 36 ભવ્ય બેડરૂમ, અંદરથી જુઓ..

www.mrreporter.in
Spread the love

સુરત-મી.રિપોર્ટર, ૩જી ઓગસ્ટ.

મૂળ સૌરાષ્ટ્રના અને ડાયમંડ કિંગ તરીકે જાણીતા ઘનશ્યામ ધોળકિયાએ મુંબઈના વરલી વિસ્તારમાં 185 કરોડનો બંગલો ખરીદ્યો છે. હાલ તેઓ બંગલાની ખરીદી ને લઈને ભારે ચર્ચામાં છે. એક સમયે ભાડાંના મકાનમાં રહેતા ઘનશ્યામએ મુંબઈમાં ૩૨ વર્ષના સંઘર્ષ બાદ પનહાર બંગલો ખરીદ્યો છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દૂધાળા ગામના વતની અને છેલ્લા 32 વર્ષથી મુંબઈ ને કર્મભૂમિ બનાવી ને વસતા ઘનશ્યામ ધોળકિયાએ  વરલી સી-ફેસ ખાતે 19,886 ચોરસફૂટ લક્ઝુરિયસ ‘પનહાર’ બંગલો ખરીદ્યો છે. જેમાં ગાર્ડન સહિતની તમામ સુવિધાઓ છે, જેમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત 7 માળ છે. ઘનશ્યામભાઈના કુટુંબના 36 સભ્યો માટે 36 ભવ્ય બેડરૂમ છે.

This slideshow requires JavaScript.

ઘનશ્યામ ધોળકિયાએ જણાવ્યું હતું કે આજથી 32 વર્ષ પહેલાં હું મુંબઈ રહેવા આવ્યો ત્યારે 8 વર્ષ સુધી ભાડાના મકાનમાં રહેતો હતો. 1994ની સાલમાં એક BHKના ફ્લેટથી શરૂઆત કરી, ત્યાર પછી 2 અને 3 BHKના ફ્લેટમાં ભાડાથી 8 વર્ષ સુધી રહ્યા હતા. ત્યાર બાદ 2001ની સાલમાં પોતાની માલિકીનો ફ્લેટ ખરીદ્યો હતો. અત્યારે ભગવાનની કૃપાથી વરલી જેવા વિસ્તારમાં બંગલો ખરીદવાનું સપનું સાકાર થયું છે. ઘણા ઉદ્યોગપતિઓ માટે 185 કરોડનો બંગલો ખરીદવો કદાચ સામાન્ય બાબત છે, પરંતુ નાનકડા ગામડાંના ખેડૂતપુત્ર માટે આ અસામાન્ય બાબત કહી શકાય.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.