પુરુષોમાં સેક્સુઅલ હોર્મોનની ઊણપ અંગે નો સર્વે હાથ ધરાયો : પુરુષોમાં પણ સેક્સ હોર્મોન્સ રીપ્લેસમેન્ટ સંભવ

હેલ્થ- નવી દિલ્હી, મી.રિપોર્ટર, 26મી એપ્રિલ

ગુજરાત સહિત દેશમાં 40 વર્ષથી વધુ ઉંમરના દરેક ત્રીજા પુરુષમાં સેક્સુઅલ હોર્મોનની ઊણપ હોવાનુ બહાર આવ્યું છે. સેક્સુઅલ હોર્મોનની ઊણપને ટેસ્ટોસ્ટેરૉન ડિફિશિઅંશી સિંડ્રોમ કહેવામાં આવે છે.

તાજેતર માં જ 745 લોકો પર કરવામાં આવેલા એક સ્ટડીમાં આ વાત સામે આવી છે. તેમ છતા લોકો સારવાર માટે આગળ આવતા નથી. હવે મહિલાઓની જેમ પુરુષોમાં પણ સેક્સ હોર્મોન્સ રીપ્લેસમેન્ટ સંભવ થઈ ગયું છે. કરાયેલાં સર્વેમાં 60.17 ટકા લોકો ટેસ્ટોસ્ટેરૉન ડિફિશિઅંસી સિંડ્રોમના દર્દીઓ હોવાનું સામે આવ્યું છે. એમાંય ડાયાબિટીઝ, હાઈપરટેંશન અને હાર્ટના દર્દીઓમાં ટીડીએસનું જોખમ વધારે મળી આવ્યું છે.

મેડિકલ સાયન્સ કહે છે કે, ટેસ્ટોસ્ટેરૉન પુરુષોમાં સેક્સુઅલ ક્ષમતાને જાળવી રાખે છે. પરંતુ જ્યારે તેની ઊણપ આવે છે ત્યારે સેક્સ સંબંધી મુશ્કેલીઓ શરૂ થાય છે. 40 વર્ષની ઉંમર પછી ટેસ્ટોસ્ટેરોનનું લેવલ દર વર્ષે 0.4 થી 2.6 ટકા ઘટે છે. ડોક્ટરોનું કહેવું છે કે આ સમસ્યા સતત વધી રહી છે.

મેડિકલ સર્વેમાં સ્ટડીમાં તેમને 10 પ્રશ્ન પુછવામાં આવ્યા. જેમાં સેક્સ પ્રતિ તેમનો રસ એટલે કે કામેચ્છા, ક્ષમતા એટલે કે સ્ટેમિના અને સ્ટ્રેન્થમાં ઘટાડો જેવા ત્રણ લક્ષણોના આધાર પર 48.18 ટકા લોકોમાં ટેસ્ટોસ્ટેરૉન ઓછું મળી આવ્યું. પરંતુ જ્યારે તેમનો બાયોકેમિકલ ટેસ્ટ કરવામાં આવ્યો તો આંકડો વધીને 60.17 ટકા થઈ ગયો હતો.

 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: