નવા વેરિયન્ટથી બચવા કોરોના રસીના 3 ડોઝ લેવા પડશે, USની કંપની મોડર્નાના CEOની ચેતવણી

www.mrreporter.in
Spread the love

હેલ્થ-નવી દિલ્હી, મી.રિપોર્ટર, 25મી  મે.

કોરોના ની મહામારી વિશ્વમાંથી દૂર થઇ નથી, ત્યાં હવે કોરોના ના નવા વેરિયન્ટથી બચવા કોરોના રસીના 3 ડોઝ લેવા પડશે તેવી વાતો સામે આવી છે. અમેરિકન વેક્સિન કંપની મોડર્નાના સીઈઓ સ્ટીફલ બેન્સલે કહ્યું હતું કે વિશ્વમાં વધુ ને વધુ લોકોને કોરોનાના નવા વેરિયન્ટના જોખમથી બચવા માટે બૂસ્ટર શોટ તરીકે કોરોનાનો ત્રીજો ડોઝ લેવો જરૂરી છે. આ ત્રીજો ડોઝ જ બધાને કોરોના સંક્રમણના જોખમથી બચાવશે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

બેન્સલનું માનવું છે કે તેમની વેક્સિન એક ચોક્કસ સમય સુધી અસરકારક હશે. એ સિવાય કોરોનાના આવનારા નવા સ્વરૂપથી ખતરો વધી શકે છે. આ જ કારણસર આપણે ચાલુ વર્ષના ઉનાળાના અંત સુધી તમામને રસીનો ત્રીજો ડોઝ આપી દેવો જોઈએ. ડૉક્ટર અને નર્સ સહિતના એ ફ્રન્ટલાઈનવર્કર્સને ત્રીજો ડોઝ આપી દેવો જોઈએ, જેમણે આ વર્ષની શરૂઆતમાં મોડર્ના વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો.

આ અમેરિકન ફાર્મા કંપનીના સીઈઓ સ્ટીફલ બેન્સલે એવી પણ ચેતવણી આપી છે કે નબળા લોકોને રસી ના આપવી જોઈએ, પરંતુ તમામ વયસ્કો અને કિશોરોને બૂસ્ટર ડોઝ આપી દેવો જોઈએ. આ રસીકરણમાં બે મહિનાથી વધુ કે ત્રણ મહિના જેટલું મોડું થશે તો હોસ્પિટલમાં ભરતી થનારાની સંખ્યા વધી શકે છે. એટલું જ નહીં, કોરોના સંક્રમિતોનો મૃત્યુઆંક પણ વધી શકે છે. આ સ્થિતિથી કેટલાક દેશોમાં કોરોનાની ચોથી લહેર પણ આવી શકે છે. દુનિયાભરમાં અત્યારસુધીમાં આશરે નવ કરોડ લોકોને મોડર્ના વેક્સિન અપાઈ છે. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.