અમદાવાદ, ૭મી નવેમ્બર. 

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતો પ્રયાગ આર્કિટેક્ટ એન્જીનિયરીંગ કરવા માટે પોલેન્ડ ગયો હતો. 20 વર્ષનો યુવાન પોલેન્ડમાં કોઇ ગરબા કાર્યક્રમમાં ગયો પરંતુ તે બીજા દિવસે બસ સ્ટેન્ડ પરથી બેભાન હાલતમાં મળી આવ્યો હતો.   પ્રયાગ ને હોસ્પિટલમાં આઇસીસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે પ્રયાગનું મૃત્યું થતા તેના પરિવારજનો શોક મગ્ન થઇ ગયા હતા. હવે  પ્રયાગના મૃતદેહને અમદાવાદ લાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

આ અંગે પ્રયાગના નજીકના સ્વજન સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે પ્રયાગ ખુબ જ ઉત્સાહી યુવક હતો. તેના પિતા અમદાવાદમાં સિવીલ એન્જીનિયર છે. જ્યારે તેની બહેન એમએસસી કરે છે. અમદાવાદમાં ધોરણ 12 પાસ કર્યા બાદ પ્રયાગને એન્જીનિયર બનવુ હતુ જેથી તેણે પોલેન્ડમાં એડમિશન લીધુ હતુ. તેના બે દિવસ સુધી સંપર્ક ન થતા તેના પરિવારનો ચિંતા થઇ રહી હતી. આખરે તેના મિત્રોએ ત્યાં પોલીસને જાણ કરતા પ્રયાગ હોસ્પિટલમાં આઇસીસીસયુમાં દાખલ હોવાનુ જાણવા મળ્યું હતું.

આની જાણ થતાં જ પ્રયાગના પિતા તાત્કાલિક વિઝા મેળવીને પોલેન્ડ પહોંચ્યા હતા. જ્યાં દિવસમાં એક કલાક તેમને મળવા દેતા હતા. પરંતુ તેને શું થયુ છે તેની કોઇ માહિતી હજૂ સુધી મળી નથી. પ્રયાગનું સારવાર દરમિયાન મોત થતા તેના મૃતદેહને ભારત લાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પરંતુ પોલેન્ડ તરફથી કોઇ મદદ મળતી નથી. આ સંદર્ભે તેમના પરિવારજનોએ એમ્બેસીમાં ઇમેઇલ કર્યા છે તેની સાથે કેટલાક twitte  પણ કર્યા છે. પરંતુ પોલેન્ડ તરફથી કોઇ મદદ મળી નથી.  આ સંદર્ભે પ્રયાગના પરિવારજનોએ કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને ત્રણ વખત twitte કર્યુ છે છતા હજી સુધી કોઇ મદદ મળી નથી.

 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: