મી.રિપોર્ટર, ૧૭ મી ડિસેમ્બર.
 
ઉત્તરપ્રદેશના ગાજિયાબાદના બજરિયા વિસ્તારમાં રહેતી 20 વર્ષની નવપરિણીત યુવતી પર તેના જ ઘરમાં સસરાએ બળાત્કાર કર્યો હતો. આ ઘટના બાદ  યુવતીએ તેની સાસુને આ વિષે જાણ કરી તો સાસુએ તેને મોં બંધ રાખવા કહ્યું હતુ અને ધમકી આપી હતી કે તે કોઈને વાત કરશે તો તેણે માઠા પરિણામ ભોગવવા પડશે. સાસુની જેમ 
 પતિએ તેને કોઈ પગલુ લેવાને બદલે ચૂપ બેસવા જણાવતા યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. તો બીજીબાજુ પોલીસે અત્યારે મૃતક છોકરીના માતા પિતાના નિવેદનના આધારે તેના સસરા, સાસુ અને પતિ સામે કેસ દાખલ કર્યો છે. 
 
 

બજરિયા પોલીસના જણાવ્યા મુજબ મૃત્યુ પામનાર યુવતીના બજરિયાના યુવક સાથે આ વર્ષે જૂન મહિનામાં લગ્ન થયા હતા. લગ્ન પછી થોડા જ સમયમાં તેના સસરાએ તેની સાથે દુર્વ્યવહાર ચાલુ કરી દીધો હતો પરંતુ તે ચૂપ રહી હતી. એક દિવસ તે ઘરે એકલી હતી ત્યારે તેના સસરાએ તેના પર બાળાત્કાર કર્યો હતો. યુવતીએ આ ઘટના તેના પતિ અને સાસુને જણાવી હતી પરંતુ તેમણે કોઈ ધ્યાન આપ્યું નહતુ, ઉલ્ટુ તેના પર ગુસ્સો કર્યો હતો. જ્યારે યુવતીએ તેની માતાને આ વિષે ફોન પર જણાવ્યું ત્યારે તેના પતિ અને સાસુએ તેને ટોર્ચર કરવાનું ચાલુ કરી દીધુ હતુ. પતિએ તેનો મોબાઈલ તોડીને તેને મારપીટ કરી હતી. આવા ત્રાસથી કંટાળી યુવતી માતા-પિતાના ઘરે પાછી ફરી હતી અને અહીં ગળેફાંસો ખાઈને તેણે આત્મહત્યા કરી દીધી હતી.

 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: