વડોદરામાં સરકારી-ખાનગી COVID હોસ્પિટલોમાં 1893 બેડ ફૂલ ભરાયેલા, 4264 બેડ ખાલી ?

www.mrreporter.in
Spread the love

હેલ્થ-મી.રિપોર્ટર, 19મી ઓક્ટોબર. 

વિશ્વમાં કોરોના મહામારીનો  બીજો રાઉન્ડ શરુ થયો છે. જેમાં કોરોને છેલ્લા 24 કલાકમાં જ અમેરિકામાં 70 હજાર લોકોને સંક્રમિત કર્યા  છે.  કોરોનના બીજા રાઉન્ડની અસરો ભારત અને તેના વિવિધ રાજ્યોમાં વત્તા ઓછા પ્રમાણમાં જોવા મળી રહી છે. જો વડોદરાની વાત કરીયે તો વડોદરામાં છેલ્લા 7 મહિનાથી કોરોના વાઇરસ કહેર મચાવી રહ્યો છે.

વડોદરા શહેરમાં કોરોનાના કેસનો કુલ આંક 13,808 ઉપર પહોંચી ગયો છે અને રોજેરોજ 110ની આસપાસ નવા કેસ સામે આવી રહ્યા છે. જોકે વડોદરા શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા હવે 2 હજારની નીચે પહોંચી ગઇ છે. વડોદરા શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 6157 જેટલા બેડ તૈયાર કરાયા છે. જે પૈકી હાલ 1893 બેડ  ફૂલ ભરાયેલા છે, જોકે હોસ્પિટલમાં  4264 જેટલા બેડ હજી ખાલી છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

વડોદરા શહેરમાં કોવિડ-19ના ICU, સ્પલાય બેડ અને હળવા લક્ષણોવાળા બેડ હાલ પૂરતી સંખ્યામાં ઉપબલ્ધ છે. જેમાં સૌથી હળવા લક્ષણોવાળા 2318 બેડ ઉપલબ્ધ છે, જ્યારે ક્રિટીકલ દર્દીઓ માટે હાલ 597 આઇસીયુ બેડ પણ ઉપલબ્ધ છે.

વડોદરાની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોવિડ-19 ICU બેડની સ્થિતિ
કુલ બેડ- 1088, ઉપયોગમાં લેવાયેલા બેડ- 491 , ખાલી બેડ- 597

વડોદરાની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોવિડ-19- 02 સપ્લાય બેડની સ્થિતિ
કુલ બેડ- 2051, ઉપયોગમાં લેવાયેલા બેડ- 701, ખાલી- 1350

વડોદરાની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોવિડ-19 હળવા લક્ષણોવાળા બેડની સ્થિતિ
કુલ બેડ- 3020, ઉપયોગમાં લેવાયેલા બેડ-700, ખાલી બેડ- 2320

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.