18 વર્ષના પ્રેમીએ અનેકવાર શારીરિક સંંબંધ બાંધતા 17 વર્ષની પ્રેમિકા પ્રેગનેન્ટ થઈ, પછી શું થયું જાણો ?

www.mrreporter.in
Spread the love

ક્રાઈમ-સુરત, ૩૦મી જુન. 

મોબાઈલ અને ઈન્ટરનેટના યુગમાં નાના બાળકોના માનસ પર વિપરીત અસરો થઇ રહી છે.  એમાય ગંદા અને ન્યૂડ વિડીયો- ફિલ્મો જોઈ ને નાની ઉમરમાં જ બાળકો મોટા થઇ રહ્યા છે. આ ઘણો જ ચોકાવનારો ટ્રેન્ડ છે.  નાની ઉમર માં જ શારીરિક રીતે પરિપક્વ થઇ ગયેલો એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

સુરતના ભરીમાતા ફુલવાડી વિસ્તારમાં રહેતી એક છોકરીને તેની નજીકમાં જ રહેતા છોકરાએ પ્રેમજાળમાં ફસાવી હતી. લગ્નની લાલચ આપીને પ્રેમીએ છોકરી સાથે અવારનવાર શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો. જોકે, છોકરી જ્યારે પ્રેગનેન્ટ થઈ ગઈ ત્યારે તેના પરિવારજનોને આ સમગ્ર પ્રકરણ અંગે જાણ થઈ હતી.

સમગ્ર ઘટના બહાર આવતા જ છોકરાએ છોકરીના પરિવારજનો સમક્ષ કબુલાત કરીને જણાવ્યું હતું કે, તે તેની સાથે તે નિકાહ કરવા તૈયાર છે, બસ તેઓ છોકરીની ડિલિવરી કરાવી આપે. દીકરીના પ્રેમીની વાતોમાં આવી ગયેલા તેના માતાપિતાએ છોકરીની ડિલિવરી પણ કરાવી આપી હતી, જોકે ત્યારબાદ પ્રેમી પોતાના વાયદાથી ફરી ગયો હતો. પ્રેમીએ બાળક થયા બાદ પોતાને તરછોડી દેતા છોકરીએ આ મામલે બળાત્કારની ફરિયાદ નોંધાવતા ચોકબજાર પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.