અમદાવાદ- ક્રાઈમ, મિ.રિપોર્ટર, ૨૨મી જુન. 

ટેકનોલોજીના ગાંડપણ પાછળ આજના યુવાધન કશું પણ વિચાર્યા વગર જ સોશિયલ મીડિયા ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ પર બનાવેલા મિત્રોને જોયા કે જાણ્યા વિના જ તેમના પર જાણે વર્ષોથી ઓળખતા હોય તેવી રીતે ભરોસો મૂકી દે છે. આ ભરોસાની ઘણીવાર  મોટી કિંમત પણ ચૂકવવી પડે છે. આવી જ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. 

જ્યાં સ્કુલમાં અભ્યાસ કરતી એક 16 વર્ષની વિદ્યાર્થીનીને  પોતાના ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડ સાથે લોંગ ડ્રાઈવ પર જવાનું ભારે પડી ગયું છે.  નિકિતા (નામ બદલ્યું) નામની 16 વર્ષની વિદ્યાર્થીનીને તેના મમ્મી-પપ્પાએ સ્માર્ટફોન અપાવ્યો હતો. સ્માર્ટફોન મળ્યા બાદ પોતાના અન્ય ફ્રેન્ડ્સની દેખાદેખીમાં નિકિતા પણ  ઈન્સ્ટાગ્રામ પર પોતાની પ્રોફાઈલ બનાવી હતી, જેમાં તેનો કોન્ટેક્ટ ઘાટલોડિયામાં રહેતા  રાહુલ (બદલેલું નામ) સાથે થયો હતો. રાહુલ અને નિકિતા એકબીજાના ખાસ ફ્રેન્ડ બની ગયાં હતાં, અને બંને વચ્ચે મુલાકાતો પણ થવા લાગી હતી.

બંને વચ્ચેની ટીનેજ લવસ્ટોરી આગળ વધી રહી હતી. જેમાં રાહુલ દરેક વખતે નિકિતાને મળે તો તેને પોતાની સાથે ભાગી જવા માટે કેહતી હતી. પણ નિકિતા તેને ના પાડી દેતી. પણ રાહુલના સતત આગ્રહના લીધે  એક દિવસ નિકિતા તેના માટે તૈયાર થઈ ગઈ હતી. નિકિતા અને રાહુલ  બાઈક પર અમદાવાદના છેવાડે આવેલા વૈષ્ણોદેવી મંદિર તરફ ગયા હતા. જોકે, આ દરમિયાન જ  રાહુલે પોતાનું પોત પ્રકાશ્યું હતું. તેનિકિતાને ઝાડીઓમાં લઈ ગયો હતો, અને ત્યાં તેને અડપલાં કરવાની શરુઆત કરી હતી. જ્યાં નિકિતાએ વાંધો લઈને પોતાનાથી દૂર થઈ જવા કહ્યું હતું.

નિકિતા પોતાના તાબે નહિ થતા જ રાહુલે બંને વચ્ચે થયેલી વાતચીત-ચેટ ને વાઈરલ કરી દેવાની ધમકી નિકિતા ને આપી હતી.  આ ધમકી છતાં પણ નિકિતા રાહુલને તાબે થવાને બદલે રાહુલ નો  હિંમતપૂર્વક સામનો કરીને રાહુલ સાથે ઝઘડો કરીને પોતાના ઘરે મૂકી જવા માટે જણાવ્યું હતું. નિકિતાની જીદ જોઈ ને રાહુલ તેને બાઈક પર ઘરે ઉતારીને ભાગી ગયો હતો. સમગ્ર ઘટના અંગે નિકિતાએ પોતાની માતાને જાણ કરી હતી. માતાએ નિકિતાની વાત સાંભળ્યા બાદ રાહુલ ભવિષ્યમાં અન્ય કોઈ યુવતીને પોતાની હવસનો શિકાર ના બનાવે તે માટે  તરત જ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તો બીજીબાજુ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.

One thought on “16 વર્ષની વિદ્યાર્થીની ઈન્સ્ટાગ્રામ ફેન્ડસ સાથે લોંગ ડ્રાઈવ પર ગઈ, ફ્રેન્ડસે તેનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી..પણ..”
  1. […] ત્રણ વર્ષમાં 45 ટન પ્લાસ્ટિક વેસ્ટથી 350 સ્કૂલમાં 6 લાખ 10 હજાર વૃક્ષોનું વાવેતર […]

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: