મોડાસાની ૧૬ વર્ષની ગુજ્જુ છોકરીએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોધાવ્યો અનોખો રેકોર્ડ, જુઓ PHOTOS

Spread the love

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવીને ગુજરાતની આ છોકરીએ ગુજરાત અને  દેશને ગર્વ અપાવ્યું 

અમદાવાદ, મી.રિપોર્ટર, ૨૬મી ડીસેમ્બર.

ગુજરાતનું નાનકડું શહેર મોડાસા આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકી રહ્યું છે. માત્ર 16 વર્ષની નિલાંશીએ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. ગુજરાતની આ છોકરીએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવીને ગુજરાતીઓ અને ગુજરાતને તથા દેશને ગર્વ અપાવ્યું છે. નિલાંશીએ તેના લાંબા વાળથી આ ગર્વ પ્રાપ્ત કર્યું છે. નિલાંશીના વાળ લગભગ 170.5 સેમી ( 5ફૂટ 7 ઈંચ) લાંબા છે. તેના વાળની લંબાઈનો રેકોર્ડ રેકોર્ડ બુકની 2019ની એડિશનનો ભાગ બનશે.

ગિનિસ વર્લ્ડ રેકોર્ડના ડેટા પ્રમાણે વર્ષ 2018ની શરૂઆતમાં આ રેકોર્ડ આર્જેન્ટિનાની એબ્રિલ લોરેનજટીના નામે હતો. જેના વાળ 152.5 સેમી લાંબા છે. તે પછી આ રેકોર્ડ 17 વર્ષની કીટો કવાહરાએ તોડ્યો હતો જેના વાળ 155.5 સેમી લાંબા છે. જો કે હવે મોડાસા-ગુજરાતની નિલાંશીએ આ બંનેને પછાડીને રેકોર્ડ હાલ પોતાના નામે કર્યો છે. તેના વાળ 170.5 સેમી લાંબા છે.

લાંબા વાળ અંગેનો વર્લ્ડ રેકોર્ડ નોંધાવનાર નિલાંશી કહે છે કે આ રેકોર્ડ બાદ તે ચર્ચામાં આવી ગઈ અને અનેક ફોટોશૂટ માટે તેને ફોન આવી રહ્યાં છે. પરંતુ હાલ તો તે પોતાના ભવિષ્ય પર જ ફોકસ ધરાવે છે. નિલાંશી જેઈઈની તૈયારી કરી રહી છે. તેને કોમ્પ્યુટર કે આઈટી એન્જિનિયર બનવાની ઈચ્છા છે. નિલાંશીને તેના મિત્રો રૂપાન્ઝલ કહીને બોલાવે છે. રૂપાન્ઝલ એક કાર્ટુન કેરેક્ટર છે જેના વાળ ખુબ જ લાંબા અને મજબુત છે. નિલાંશી કહે છે કે તે જ્યારે 6 વર્ષની હતી ત્યારે એક બ્યુટિશિયને તેના વાળ ખુબ નાના કરી નાખ્યા હતાં. ત્યારબાદ તેણે ક્યારેય વાળ કપાવ્યાં જ નથી.