પુણેમાં રસ્તા પર ઊભેલી 14 વર્ષની સગીરાને 8 લોકો ઉઠાવી ગયા, ફ્લેટમાં લઈ જઈને કર્યો ગેંગરેપ

Spread the love

પુણે- મી.રિપોર્ટર, 7મી  સપ્ટેમ્બર. 

મહારાષ્ટ્રમાં કોરોના ત્રીજી લહેરમાં કેસો વધવાની ભીતિ વચ્ચે એક શરમજનક ઘટના સામે આવી છે.  પુણેના વાનવડી વિસ્તારમાં 14 વર્ષની સગીરા પર ગેંગરેપની ઘટના બાદ પુણેની પોલીસે આ મામલામાં 7 લોકોની ધરપકડ કરી છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

પીડિતાના કહેવા મુજબ, એ સમયે તે ગામ જવા માટે પુણે રેલવે સ્ટેશન જવા નીકળી હતી. તેનું  રસ્તા પરથી અપહરણ કરવામાં આવ્યું હતું. પછી એક ફ્લેટમાં લઈ જઈને તેની પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો. જ્યારે તે પોલીસના હાથમાં આવી ત્યારે તેની સ્થિતિ ગંભીર હતી. હાલ તેની પુણેની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જ્યાં તેની સ્થિતિ સ્થિર છે.

તો બીજીબાજુ પોલીસે  7 લોકોની ધરપકડ કરી છે. આરોપીઓમાંથી બે રેલવેના ચોથા વર્ગના કર્મચારી છે અને બાકી 6 રિક્ષા ચલાવે છે. તમામને એક CCTV ફૂટેજના આધારે પકડવામાં આવ્યા છે.  આરોપીઓના બીજા કેટલાક સાથી પણ આ ઘટનામાં સામેલ છે. તેમને પકડવા માટે સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. સોમવારે તમામને શિવાજીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. ત્યાંથી તેમને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. 

 

%d bloggers like this: