૧૩૦ કિલોના ટીવી સિરિયલના અભિનેતા રામ કપૂરે ઘટાડ્યું 30 કિલો વજન, હવે દેખાય છે એકદમ ફિટ…જુઓ….

બોલીવુડ-મિ.રિપોર્ટર, ૧૬મી જુલાઈ.

ટેલિવુડના જાણીતા એક્ટર અને ઉડાન, બાર-બાર દેખો, હમશકલ્સ જેવી ફિલ્મોમાં અભિનયનો પરચો દેખાડનાર એક્ટર રામ કપૂર આજકાલ પોતાનું મહાકાય વજન ઘટાડી દેવા માટે ચર્ચામાં છે. તાજેતરમાં જ  રામ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર સેલ્ફી પોસ્ટ કરી હતી જેમાં તે ખૂબ જ ફિટ દેખાય છે. ગોળ મટોળ ટામેટા જેવા લાગતા રામ કપૂરને આ ફોટામાં ઓળખવો પણ મુશ્કેલ છે.

રામ કપૂરે 30 કિલો વજન ઘટાડ્યુ

રામ કપૂરે 2 વર્ષ પહેલા જ  મન બનાવી લીધુ હતુ કે પોતે 45 વર્ષનો થાય ત્યાં સુધીમાં તે એકદમ ફિટ અને હેલ્ધી બની જવા માંગે છે. જેના પગલે તેણે પોતાના ડાયેટ પર ધ્યાન આપ્યું અને સ્ટ્રિક્ટ જિમ ફૉલો કરવાનું શરૂ કર્યું. 130 કિલોના થઈ ગયેલા રામ કપૂરે 30 કિલો વજન ઘટાડ્યું છે. તે હજુ પણ 25થી 30 કિલો વજન ઘટાડવા માંગે છે.

રામકપૂરે કઈ રીતે વજન ઉતાર્યું ? તે જાણો……

  • રામ કપૂરના વર્ક આઉટ રૂટિનની વાત કરીએ તો તે સવારે ઊઠીને સીધો જિમ જાય છે. જિમ જતા પહેલા તે કશું ખાતો નથી. સવારે જિમમાં હેવી વેઈટ ટ્રેનિંગ કરે છે. રાત્રે સૂતા પહેલા ઈન્ટેન્સ કાર્ડિયો વર્કઆઉટ કરે છે.
  • રામ કપૂર 16 કલાક ફાસ્ટિંગ કરતો અને કેટલી કેલરી લે છે તેના પર પણ પૂરુ ધ્યાન આપતો. તેણે ફેટથી ફિટ થવા માટે intermittent fastingની ફોર્મ્યુલા અપનાવી. તેમાં ડાયેટિંગમાં તમે શું ખાવ છો શું નહિ તેના બદલે ક્યારે ખાવ છો તેના પર ફોકસ કરવામાં આવે છે.
  • રામ કપૂરે વજન ઉતારવા માટે Intermittent Fastingનો વિકલ્પ પસંદ કર્યો છે. તેમાં તે દરરોજ 16 કલાક ઉપવાસ કરે છે. આ ગાળામાં તે કશું નથી ખાતો. ફક્ત રાત્રે ૭ થી ૮ ની વચ્ચે જ ખાય છે.